પટનાઃ બિહાર ચૂંટણી પહેલાં CM નીતીશકુમારની આગેવાનીમાં મહિલાઓ માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. નીતીશકુમારે એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજે કેબિનેટની બેઠકમાં મહિલાઓના રોજગાર માટે એક નવી યોજના ‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય રાજ્યના દરેક પરિવારની એક મહિલાને પોતાની પસંદગીનો રોજગાર શરૂ કરવા માટે આર્થિક મદદ પહોંચાડવાનું છે.
નવેમ્બર, 2005માં અમારી સરકાર બન્યા બાદથી જ અમે મહિલાઓના સશક્તીકરણ માટે મોટા પાયે કામ કર્યું છે. મહિલાઓને સશક્ત અને સ્વાવલંબન બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. હવે મહિલાઓ પોતાની મહેનતથી માત્ર બિહારના વિકાસમાં જ ફાળો આપી રહી નથી, પરંતુ તેઓ પોતાના પરિવારોની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવી રહી છે. આ મિશનને આગળ વધારતા અમે મહિલાઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે, જેના સકારાત્મક અને દૂરગામી પરિણામ આવશે. 1. આર્થિક સહાય તરીકે દરેક પરિવારની એક મહિલાને પોતાની પસંદગીના રોજગાર માટે પ્રથમ હપતા તરીકે 10 હજાર રૂપિયા આપવામાં આવશે.
हमलोगों ने नवम्बर, 2005 में सरकार बनने के बाद से ही महिला सशक्तीकरण के लिए बड़े पैमाने पर काम किया है। महिलाओं को सशक्त एवं आत्मनिर्भर बनाने के लिए कई महत्वपूर्ण कदम उठाए गए हैं। अब महिलाएं अपनी मेहनत से न केवल बिहार की प्रगति में अपना योगदान दे रही हैं बल्कि वे अपने परिवारों की…
— Nitish Kumar (@NitishKumar) August 29, 2025
ઈચ્છુક મહિલાઓ પાસેથી અરજી મેળવવાની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવશે. તેની સંપૂર્ણ વ્યવસ્થા અને પ્રક્રિયાનું નિર્ધારણ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવશે તેમજ જરૂરી હોય ત્યારે નગર વિકાસ અને આવાસ વિભાગનું પણ સહયોગ લેવામાં આવશે. સપ્ટેમ્બર 2025થી જ મહિલાઓના બેંક ખાતામાં રકમનું હસ્તાંતરણ શરૂ કરી દેવામાં આવશે. મહિલાઓ દ્વારા રોજગાર શરૂ કર્યા પછી 6 મહિના બાદ આકલન કરીને જરૂર મુજબ 2 લાખ રૂપિયા સુધીની વધારાની સહાય આપવામાં આવી શકશે. રાજ્યમાં ગામડાંથી લઈ શહેરો સુધી મહિલાઓના ઉત્પાદનોની વેચાણ માટે હાટ બજારો વિકસાવવામાં આવશે.
મને વિશ્વાસ છે કે આ યોજનાના અમલીકરણથી માત્ર મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત નહીં બને, પરંતુ રાજ્યની અંદર જ રોજગારીના સારા અવસર મળશે અને લોકોને મજબૂરીમાં રોજગાર માટે રાજ્યની બહાર જવું નહીં પડે, એમ તેમણે કહ્યું હતું.
