હવે મૃણાલ ઠાકુરે પણ AI ડીપફેક પર ઉઠાવ્યો વાંધો

ડીપફેક સામે હવે અભનિેત્રી મૃણાલ ઠાકુરે પણ વાંધો ઉઠાવ્યો છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમની ઓળખનો દુરુપયોગ કરનારાઓને ચેતવણી આપી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગથી સમગ્ર વિશ્વમાં ચિંતા વધી રહી છે, ખાસ કરીને સેલિબ્રિટીઓમાં. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડીપફેક, હેરાફેરી કરેલા વીડિયો અને ઓળખની છેતરપિંડીના અસંખ્ય કિસ્સાઓ બહાર આવ્યા છે. મૃણાલ ઠાકુરે આ મુદ્દા સામે અવાજ ઉઠાવ્યો છે અને ડીપફેક બનાવનારાઓને ચેતવણી આપી છે.

મૃણાલ ઠાકુરે ચેતવણી આપી
મૃણાલ ઠાકુરે ઇન્સ્ટાગ્રામ પર ડીપફેક સામગ્રી બનાવવા અથવા ફેલાવવા સામે કડક ચેતવણી આપી હતી. તેણીએ લખ્યું હતું કે,”મારા ચહેરાનો ઉપયોગ કરીને ડીપફેક સામગ્રી બનાવવી અથવા શેર કરવી ગેરકાયદેસર અને અસ્વીકાર્ય છે. આને તાત્કાલિક રોકવા માટે મારા તરફથી ઔપચારિક સૂચના માનો. મારી ઓળખનો વધુ દુરુપયોગ થશે તો કાનૂની કાર્યવાહી થશે.”

આ સેલિબ્રિટીઓએ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે.
મૃણાલ એ અનેક ભારતીય સેલિબ્રિટીઓમાંની એક છે જેમણે ડીપફેક વિશે વાત કરી છે. તાજેતરમાં, ઘણા કલાકારોએ AI દ્વારા દુરુપયોગથી તેમની ઓળખ, છબી અને વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. આ કલાકારોમાં અક્ષય કુમાર, વરુણ ધવન, અનિલ કપૂર, શિલ્પા શેટ્ટી, પ્રીતિ ઝિન્ટા, કાર્તિક આર્યન, સુનિલ શેટ્ટી અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.

મૃણાલ ઠાકુરનું વર્કફ્રન્ટ
અભિનેત્રી તાજેતરમાં ‘ડકૈત’ અને ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. હાલમાં, તે એટલી કુમાર દ્વારા દિગ્દર્શિત ખૂબ જ અપેક્ષિત એક્શન ડ્રામા ‘રાકા’ માં સામેલ છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, દીપિકા પાદુકોણ અને રશ્મિકા મંદાન્ના જેવા મોટા નામો છે. આ ફિલ્મ ડિસેમ્બર 2027 માં રિલીઝ થવાની છે, જોકે નિર્માતાઓએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.