અમદાવાદ: ભારતના સૌથી મોટા ફૂડ બિઝનેસ સમિટ યોજાવા જઈ રહી છે. 5મી NRAI ફૂડ ડિલિવરી સમિટ 2026નું આયોજન શહેરમાં કરવામાં આવ્યું છે. ‘નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા’ (NRAI) દ્વારા ગુજરાતને ભારતના રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસિસ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ ગ્રોથ હબ તરીકે દર્શાવવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરો ઉપરાંત હવે ગિફ્ટ સિટી (GIFT City) ખાતે પણ રેસ્ટોરન્ટ બિઝનેસ માટે વિશાળ તકો ઉભી થઈ રહી છે. 20 ઓગસ્ટે યોજાનારી આ સમિટ પહેલાં એક પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી.
ગુજરાતના રેસ્ટોરન્ટ ઇકોસિસ્ટમની મુખ્ય હાઇલાઇટ્સ
-
અમદાવાદનું પ્રદાન: શહેરમાં જ 20,000થી વધુ રેસ્ટોરન્ટ્સ, કાફે અને QSRs આવેલા છે. શહેરનું રેસ્ટોરન્ટ સેક્ટર વાર્ષિક 10–12%ના દરે વૃદ્ધિ નોંધાવી રહ્યું છે.
-
NRAIનું નેટવર્ક: રાજ્યમાં NRAIના 500થી વધુ સભ્યો છે. જેમાં ‘ધ સિક્રેટ કિચન’, ‘ગોપી ડાઇનિંગ હોલ’, ‘ઓલ્ડ સ્કૂલ ઈટરી’, ’22ન્ડ પેરેલલ’, ‘જગદીશ ફૂડ્સ’ જેવા સ્થાનિક બ્રાન્ડ્સથી લઈને ‘લા પિનોઝ’ અને ‘બાસ્કિન-રોબિન્સ’ જેવી નેશનલ બ્રાન્ડ્સ સામેલ છે.
-
ગ્લોબલ એક્સપોઝર: ગુજરાતમાંથી શરૂ થયેલા હોમ-ગ્રોન બ્રાન્ડ્સ હવે સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહ્યા છે.
ગિફ્ટ સિટી અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નવી તકો
-
GIFT City: અમદાવાદ-ગાંધીનગર વિસ્તારમાં કોર્પોરેટ અને ગ્લોબલ બિઝનેસ સેન્ટર તરીકે ઊભરી રહેલું ગિફ્ટ સિટી બિઝનેસ ડાઇનિંગ, કોર્પોરેટ કેટરિંગ અને પ્રીમિયમ ફૂડ ફોર્મેટ્સ માટે મોટો પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે.
-
સ્પોર્ટ્સ ટુરિઝમ: અમદાવાદમાં 2030 ગ્લાસગો/કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સના વિઝનને ધ્યાનમાં રાખીને રમતગમત અને પ્રવાસન ક્ષેત્રે મોટો ગ્રોથ જોવા મળશે. NRAI ફૂડ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે આ મોટા આયોજનોમાં ભાગીદારી નોંધાવશે.
ટેકનોલોજી અને AIનો ઉપયોગ
મેનૂ એન્જિનિયરિંગ, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને કસ્ટમર એંગેજમેન્ટમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, જે રેસ્ટોરન્ટ્સને સ્કેલ કરવામાં મદદ કરી રહ્યો છે.
ઉદ્યોગના અગ્રણીઓનું શું કહેવું છે?
-
પ્રણવ રૂંગટા (વાઇસ પ્રેસિડેન્ટ – NRAI):“ભારતમાં રેસ્ટોરન્ટ ઉદ્યોગનો આગામી ગ્રોથ ફેઝ મજબૂત એન્ટરપ્રિન્યોરશિપ ધરાવતા રાજ્યોમાંથી આવી રહ્યો છે, જેમાં ગુજરાત અગ્રણી છે. ગિફ્ટ સિટી જેવા નવા કન્ઝ્યુમર સેન્ટર્સ ઉદ્યોગ માટે વિશાળ તકો ઉભી કરી રહ્યા છે.”
-
આનલ કોટક (ચેપ્ટર હેડ – NRAI અમદાવાદ & ફાઉન્ડર, ધ સિક્રેટ કિચન):“ગુજરાતનું ફૂડ ઇકોસિસ્ટમ ઝડપથી વૈવિધ્યસભર બની રહ્યું છે. અમદાવાદની સાથે સુરત અને રાજકોટ પણ બજારને મજબૂતી આપે છે. બદલાતી ગ્રાહક પસંદગીઓ અને નવી આર્થિક પ્રવૃત્તિઓ ગુજરાતને ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માર્કેટ બનાવે છે.”
સમિટ વિશે વિગતો
-
તારીખ અને સ્થળ: 20 ઓગસ્ટ 2026 | ધ ફોરમ – હોટેલ અને કન્વેન્શન, અમદાવાદ.
-
સહભાગીઓ: 5,000+ ડેલિગેટ્સ, 70+ સ્પીકર્સ, 1,500+ બ્રાન્ડ્સ અને 30+ શહેરોમાંથી પ્રતિનિધિઓ.
-
મુખ્ય બ્રાન્ડ્સ: મેકડોનાલ્ડ્સ, ધ રામેશ્વરમ કેફે, હોક્કો આઇસક્રીમ, ચાઇ પોઇન્ટ, સ્વિગી, કોકા-કોલા, નેસ્લે પ્રોફેશનલ વગેરે.
-
ચર્ચાના વિષયો: ₹1,000 કરોડની ફૂડ બ્રાન્ડ કેવી રીતે બનાવવી, ફ્રેન્ચાઇઝિંગ, ડાયરેક્ટ ઓર્ડરિંગ, AI પ્લેટફોર્મ્સ અને ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ કિચનની તકો.






