અમદાવાદમાં ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારનો NSUI દ્વારા વિરોધ

અમદાવાદ: આજે 10 સપ્ટેમ્બરે ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર આવ્યા છે. તેઓ AMAનો એક કાર્યક્રમ પતાવીને જઈ રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી તેમનો વિરોધ કર્યો. NSUIના કાર્યકર શુભમ ઠાકર અને જયસિંહ ઠાકોરે AMA બહાર કાળા વાવટા ફરકાવી સુત્રોચાર સાથે વિરોધ કર્યો છે.

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે દબાણપૂર્વક અનેક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લેવામાં આવ્યા હતા. જે મામલે ફરિયાદો થઈ હોવા છતાં પણ જ્ઞાનેશ કુમાર મૌન રહ્યા હતા. જેને લઈને વિરોધ કર્યો હોવાનું શુભમ ઠાકરનું કહેવું છે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એરપોર્ટ ખાતે પ્રેસમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરતી ઉપર આવી ગર્વ થયો છે. મહાત્મા ગાંધી સરદાર પટેલની જન્મ અને કર્મ ભૂમિ છે. આજે અને કાલે વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ સાથે સાવંદ કરીશું.