નવી દિલ્હીઃ વિરોધ પક્ષોએ 30 નવેમ્બરે બોલાવવામાં આવેલા વિશેષ સંસદીય સત્રને લઈને કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ, સીપીઆઈ અને ઝારખંડ મુક્તિ મોરચા સહિત અનેક વિપક્ષી નેતાઓએ ટૂંકી નોટિસ, એજન્ડાની અસ્પષ્ટતા, મહિલા અનામત કાયદા અને સંભવિત સીમાંકન બિલને લઈને સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર સંસદીય પરંપરાઓને અવગણી રહી છે. પી. ચિદમ્બરમે અમિત શાહ પર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે ગુલામ અહેમદ મીર, મનીષ તિવારી, શશી થરૂર, રેણુકા ચૌધરી, ડી. રાજા અને મહુઆ માજીએ સરકારની નીતિ અને ઇરાદા પર નિશાન સાધ્યું છે.
ચિદમ્બરમે અમિત શાહ પર નિશાન સાધ્યું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કાં તો તેમને ‘ભૂલવાની બીમારી’ થઈ ગઈ છે અથવા તો તેઓ સંપૂર્ણ સત્ય જણાવી રહ્યા નથી. તેમણે કહ્યું હતું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવા સંબંધિત બંધારણ (106મો સુધારો) અધિનિયમ, 2023 પહેલેથી જ પસાર થઈ ચૂક્યો છે અને અમલમાં છે. આ બિલ સપ્ટેમ્બર, 2023માં સંસદનાં બંને ગૃહોમાં પસાર થયું હતું, જેને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. ચિદમ્બરમે સવાલ કર્યો હતો કે જો કાયદો પહેલેથી જ અસ્તિત્વમાં છે તો સરકાર તેનો અમલ કેમ નથી કરતી અને નવા બિલની જરૂર શા માટે છે?
This request mocks the institution of Parliament.
It is time for the Winter Session of Parliament to convene.
A Special Session is a mechanism for convening during the inter-session period. It can and should not become a substitute for a regular winter session.
Why not just convene a regular winter session and the government can if the government chooses too , it can always regurgitate defeated legislation.
@KirenRijiju
— Manish Tewari (@ManishTewari) November 26, 2026
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના મહાસચિવ ડી. રાજાએ કહ્યું કે વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય સંસદીય પરંપરાઓ અને સ્થાપિત માપદંડોનું ઉલ્લંઘન છે. તેમણે આરોપ લગાવ્યો કે ચોમાસુ સત્રને ઓગસ્ટથી મુલતવી રાખ્યા વિના ચાલુ રાખવામાં આવ્યું હતું અને હવે માત્ર ત્રણ દિવસની નોટિસ પર વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. ડી. રાજાએ કહ્યું હતું કે આને કારણે સાંસદોને પ્રશ્નકાળ, શૂન્યકાળ અને અન્ય સંસદીય માધ્યમો દ્વારા સરકારને જવાબદાર ઠેરવવાની તક મળશે નહીં.
શશી થરૂરે સરકારના વલણ પર સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે સરકાર સંસદને ચર્ચા અને જવાબદારીના મંચને બદલે માત્ર બિલ પસાર કરનારી સંસ્થા તરીકે જોઈ રહી છે. તેમણે કહ્યું હતું કે અગાઉ સંસદ વાર્ષિક 120થી 170 દિવસ સુધી ચાલતી હતી, જ્યારે હવે આ સમયગાળો ઘણો ઘટી ગયો છે.




