મુંબઈમાં ગુજરાતી સાહિત્ય અને કલા સંબંધિત વિવિધ કાર્યક્રમોના આયોજન થતાં હોય છે. ત્યારે આગામી રવિવારે એટલે કે 3 મેના રોજ બોરીવલી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

બોરીવલીમાં આગામી 3મે ના રોજ પુસ્તકમેળો યોજાવાનો છે અને આ સાથે જ સર્જક ગોષ્ઠી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા પ્રકાશક એન.એમ ઠક્કર અને પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક ભવ્ય પુસ્તક મેળાનું બોરીવલી સાઈબાબા નગરમાં યોજાશે.

બે જાણીતા વાર્તાકાર કિશોર પટેલ અને સમીરા પત્રાવાલા ટૂંકી વાર્તા વિશે ગોષ્ઠિ કરશે. આ સાથે જ અન્ય ભાષાની વાર્તાઓ વિશે પણ વાત માડશે. ઉલ્લેખનીય છે કે બંને સર્જકો ભાવકો સાથે સંવાદ પણ કરશે. કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવશે. પુસ્તક મેળો અને કાર્યક્રમ ઇટરનિટી ,એમ કે એમ ભાટિયા સ્કૂલની સામે, સાઈબાબા નગર ખાતે બોરીવલીમાં આયોજીત છે.




