પાકિસ્તાનની સાઉદી અરેબિયા સાથે કૂટનીતિક ડેમેજ કંટ્રોલની કવાયત

ઈસ્લામાબાદ / રિયાધ: યમનના હૂથી વિmap/દળો દ્વારા સાઉદી અરેબિયા પર થયેલા હુમલાઓ બાદ સૈન્ય મદદ આપવાના મુદ્દે પાકિસ્તાને પીછેહઠ કરતા રાજદ્વારી સ્તરે ભારે ચર્ચા જાગી છે. આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ટેલિફોનિક વાતચીત કરીને કૂટનીતિક ‘ડેમેજ કંટ્રોલ’ કરવાનો પ્રયાસ કર્યો છે.

વાતચીત દરમિયાન શેહબાઝ શરીફે સાઉદી અરેબિયાના નાગરિક અને આર્થિક માળખા પર હૂથી જૂથના હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને સાઉદી નેતૃત્વ પ્રત્યે પૂર્ણ એકતા વ્યક્ત કરી હતી. આ અગાઉ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચિંતા વ્યક્ત કરી હતી કે જો હૂથી હુમલા વધશે તો પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલો ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ (Makkah Joint Defence Agreement) સક્રિય થઈ શકે છે. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે આ કરાર માત્ર બચાવત્મક સ્વરૂપનો છે અને તે પાકિસ્તાનને સીધા લશ્કરી ઓપરેશનમાં જોડાવા માટે બાધ્ય કરતો નથી.

પાકિસ્તાનની આ પીછેહઠથી રિયાધ સાથેના સંબંધોમાં ખટાશ ન આવે તે માટે શરીફે ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરીને શાંતિ અને સ્થિરતા જાળવવામાં પાકિસ્તાનના સહયોગની ખાતરી આપી હતી. તેમજ સાઉદી ક્રાઉન પ્રિન્સે પણ પ્રાદેશિક શાંતિ માટે પાકિસ્તાનના પ્રયાસો અને સમર્થનની પ્રશંસા કરી હતી.