નવી દિલ્હીઃ દિલ્હી બ્લાસ્ટના આતંકી મોડ્યુલનું સેન્ટર પોઇન્ટ બનેલી ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી વિશે ત્યાંના એક ભૂતપૂર્વ નર્સિંગ સ્ટાફે મોટો ખુલાસો કર્યો છે. કર્મચારીએ દાવો કર્યો છે કે યુનિવર્સિટીની મેડિકલ કોલેજ–હોસ્પિટલમાં દરરોજ 100થી 150 સુધી નકલી દર્દીઓની ફાઈલો તૈયાર કરવામાં આવતી હતી. આ કામ આતંકી ડો. મુજમ્મિલ શાકીલ અને સુસાઈડ બોમ્બર બનેલા ડો. ઉમર નબીના આદેશ પર કરાવવામાં આવતું. જે કર્મચારી ફાઈલ બનાવવામાં વાંધો કરતો, તેનું એબ્સેન્ટ માર્ક કરી પગાર કાપવામાં આવતો.
પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાકર્મચારીએ જણાવ્યું હતું કે રાત્રીની પાળીમાં કામ કરતા કાશ્મીરી મેડિકલ સ્ટાફ અને ડોક્ટર ફરજ દરમ્યાન વારંવાર પાકિસ્તાનનાં વખાણ કરતા. ઘણી વાર મજાક–મજાકમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ લગાવતા. ડો. શાહીન સઈદ પોતાના મિત્ર અને દિલ્હીના બ્લાસ્ટ મોડ્યુલના સદસ્ય ડો. મુજમ્મિલ સાથે NIT માર્કેટમાં વિસ્ફોટક માલસામાન અથવા બીજું સાહિત્ય ખરીદવા જતી હતી. સુરક્ષા એજન્સીઓ તેમની આવન-જાવન, ખરીદેલો સામાન, મળેલા લોકો વગેરેની તમામ માહિતી એકત્ર કરી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
નર્સિંગ સ્ટાફે શું આરોપ લગાવ્યા?
રાજસ્થાનના રહેવાસી લખમણે 14 જુલાઈ, 2025એ અલ-ફલાહ મેડિકલ કોલેજમાં જોઇન કરી, પરંતુ 25 ઓક્ટોબરે નોકરી છોડી દીધી હતી. તે ICUમાં નરેસિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતો. લખમણે કહ્યુ હતું કે રાત્રી પાળીના સ્ટાફ પાસે નકલી ફાઈલો તૈયાર કરાવવામાં આવતી હતી. દરેક કર્મચારીને પાંચ ફાઈલો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવતો. આ નકલી ફાઈલો પર ડોક્ટરના સહી પહેલેથી જ હોય. સ્ટાફને માત્ર મેડિકલ ચાર્ટ નોટ્સ લખવાની હોય. આ ફાઈલોમાં એવી દવાઓનો રેકોર્ડ દાખલ કરવો પડતો જેને વાસ્તવમાં ઉપયોગ જ ન કરવામાં આવતી. સવારે આ ફાઈલ ડોક્ટર સાથે લઈ જતા. આ ફાઈલોના ઉપયોગ વિશે સ્ટાફને કંઈ કહેવાતું ન હતું.
ફંડિંગ માટે ફાઈલો બનતીલખમણને મતે આ નકલી ફાઈલો ‘ગરીબોના સારવાર’ને નામે બહારથી ફંડ એકત્ર કરવા માટે ઉપયોગમાં લેવાતી હતી. દરરોજ 100થી 150 સુધી નકલી ફાઈલો તૈયાર થાય. જો કોઈ કર્મચારી ફાઈલ બનાવવામાં વાંધો લેતો તો તેની સેલરી અટકાવી દેવામાં આવતી, પણ કાશ્મીરી સ્ટાફ સાથે આવું ક્યારેય ન થતું.


