નવી દિલ્હી: લોકસભામાં આજે એ સમયે ભારે હોબાળો થયો જ્યારે આભાર પ્રસ્તાવ દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબે છ પુસ્તકો લઈને સંસદમાં આવ્યા અને તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. વિરોધ પક્ષના સાંસદો ગુસ્સે થયા અને હોબાળા કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. વિરોધ પક્ષના સાંસદોએ સ્પીકર પાસે ફરિયાદ રજૂ કરી છે. સ્પીકરે લેખિત ફરિયાદ માગી છે.
સ્પીકરે રોક્યા છતાં દુબે અટક્યા નહીં
વાસ્તવમાં જ્યારે નિશિકાંત દુબે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી અંગે પુસ્તકોના આધાર પર દાવા કરી રહ્યા હતા, ત્યારે સ્પીકર કૃષ્ણ પ્રસાદ ટેનેટીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિશિકાંત દુબે અટક્યા નહીં અને સતત બોલતા રહ્યા.
વિરોધ પક્ષના સાંસદોએ કર્યો હોબાળો
નિશિકાંત દુબેની આ વાંધાજનક ટિપ્પણીઓથી વિરોધ પક્ષના સાંસદો આક્રોશિત થઈ ગયા અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. વિરોધ પક્ષનો આરોપ છે કે નેતા પ્રતિ પક્ષ અને ભાજપના સાંસદ માટે અલગ-અલગ નિયમો લાગુ કરવામાં આવે છે.
कुछ कहूँगा तो बबाल हो जाएगा,कॉंग्रेस की लंका में आग लग जाएगी? नेहरु- गाँधी परिवार जानी दुश्मन हो जाएगा? pic.twitter.com/qypGM70ipM
— Dr Nishikant Dubey (@nishikant_dubey) February 4, 2026
સ્પીકર ઓમ બિરલાને મળ્યા વિરોધ પક્ષના સાંસદો
વિરોધ પક્ષના સાંસદોએ નિશિકાંત દુબે સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદ્દે વિરોધ પક્ષના સાંસદોએ સ્પીકર ઓમ બિરલાની મુલાકાત લઈને વાત રજૂ કરી. સ્પીકરે કહ્યું હતું કે તેઓ લેખિતમાં ફરિયાદ આપે.
કંઈ કહું તો વિવાદ થશે — નિશિકાંત દુબે
નિશિકાંત દુબે અહીં સુધી જ ન અટક્યા. તેમણે સાંજે સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર જવાહરલાલ નેહરુ દ્વારા જનરલ કરિયપ્પાને લખાયેલ એક ચિઠ્ઠી શેર કરી. તેની સાથે તેમણે લખ્યું— કંઈ કહું તો વિવાદ થઈ જશે, કોંગ્રેસની લંકામાં આગ લાગી જશે? નેહરુ-ગાંધી પરિવાર જાની દુશ્મન બની જશે?


