સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી સાંસદોના ભારે શોરબકોર અને હંગામા વચ્ચે મંગળવારે લોકસભામાં ‘એન્ટી પેપર લીક બિલ’ (Anti-Paper Leak Bill) સુધારાઓ સાથે પસાર કરી દેવામાં આવ્યું છે. લોકસભામાં આ મહત્વપૂર્ણ બિલ ધ્વનિ મત (Voice Vote) થી પસાર થયું હતું.
Delhi: Rajya Sabha passes Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026
(Source: Sansad TV) pic.twitter.com/ZvdWlUZbrn
— IANS (@ians_india) July 29, 2026
એન્ટી પેપર લીક બિલ પર 10 કલાકની મેરાથોન ચર્ચા
લોકસભામાં મંગળવારે એન્ટી પેપર લીક બિલ પર ચર્ચાની શરૂઆત થઈ હતી, જે સતત 2 દિવસ સુધી ચાલી હતી. આ બિલ પર કુલ 10 કલાક સુધી મેરાથોન ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષી સભ્યોના સતત સૂત્રોચ્ચાર અને હંગામા વચ્ચે કેન્દ્રીય મંત્રી ડૉ. જિંતેન્દ્ર સિંહે ચર્ચાનો વિસ્તૃત જવાબ આપ્યો હતો. ત્યારબાદ બિલને પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું અને ગૃહ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી.
રાજ્યસભામાં ‘વંદે માતરમ બિલ’ પસાર અને CPM રેડનો મુદ્દો
બીજી તરફ, સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ‘વંદે માતરમ બિલ’ સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. જોકે, રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ એક દિવસ અગાઉ દિલ્હી સ્થિત CPM (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા – માર્ક્સવાદી) ના કાર્યાલય પર પડેલા દરોડા (Red) નો મુદ્દો ઉઠાવીને ભારે હોબાળો મચાવ્યો હતો.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ કાર્યવાહીને લોકશાહી વિરોધી ગણાવીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષના આરોપોનો જવાબ આપતાં સદનના નેતા જે.પી. નડ્ડાએ તેને સામાન્ય પ્રક્રિયા ગણાવી હતી. જે.પી. નડ્ડાએ પોતાના વિદ્યાર્થી કાળનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, એક સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ તરીકે હું પણ ભૂતકાળમાં 2 વાર ધરપકડ વહોરી ચૂક્યો છું, તેથી આવી તપાસ પ્રક્રિયાઓને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.




