અમદાવાદઃ અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલ સાથે અથડાયું હતું. જેમાં 279 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA મેચ કરવાની કાર્યવાહી ચાલુ છે. રાજ્યના ગૃહપ્રધાને જણાવ્યું હતું કે મુજબ અત્યાર સુધીમાં 184 મૃતકોના DNA મેચ થઈ ચૂક્યા છે. જોકે હજી સુધી DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બુધવાર સુધીમાં 184 મૃતકોના DNA મેચ થઈ ચૂક્યા છે. જેમાં 181 મૃતકોના પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાંથી 158 મૃતદેહોને પરિવારને સોંપી દેવામાં આવ્યા છે.આ વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દર્દીઓમાંથી સારવાર માટે દાખલ કરવામાં આવેલા 71 દર્દીઓમાંથી બે દર્દીનાં મોત થયાં છે. જોકે બાકીના 69માંથી 42ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને એક દર્દીની સ્થિતિ હજુ ખૂબ ગંભીર છે અને બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે 30 મેડિકલ વિદ્યાર્થીઓમાંથી હવે ફક્ત એક જ સ્ટુડન્ટ દાખલ છે, અન્યને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મહત્વનું અપડેટ
અત્યાર સુધી 184ના DNA મેચ થયા છે
હજુ પણ DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલુ@sanghaviharsh #ahmedabadplanecrashes #planecrash #DNA pic.twitter.com/g54t1eC2wy— DD News Gujarati (@DDNewsGujarati) June 18, 2025
ડો.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.
