રાયબરેલીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર અને ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે તમારા વડા પ્રધાન અને તમારા ગૃહ મંત્રી ગદ્દાર છે. કોંગ્રેસે રાહુલ ગાંધીનો આ વિડિયો પોતે સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ ભાજપ-RSSના લોકો તમારી સામે આવે અને નરેન્દ્ર મોદી-અમિત શાહની વાત કરે, ત્યારે તમે ખુલ્લેઆમ કહો કે નરેન્દ્ર મોદી-અમિત શાહ ગદ્દાર છે. ભાજપ-RSS ગદ્દાર છે, કારણ કે તમે લોકો મળીને દેશને વેચવાનું કામ કર્યું છે. ભાજપ-RSSએ બંધારણ પર, વીરા પાસીજી, ગાંધીજી અને આંબેડકરજી પર હુમલો કર્યો છે.

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ભારતની આર્થિક વ્યવસ્થાને વેચી દીધી છે. હવે આર્થિક તોફાન આવવાનું છે અને નરેન્દ્ર મોદી તથા ભારત સરકાર તમને બચાવી શકશે નહી. તેઓ તમને કહેશે, રડશે અને કહેશે કે મારી ભૂલ નથી. હું તમને કહી રહ્યો છું કે ભૂલ માત્ર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને RSSની છે, કારણ કે તેમણે આ (બંધારણ)ને ખતમ કર્યું છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈને પણ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલ અને ગેસની કોઈ અછત નથી અને પેટ્રોલના ભાવ નહીં વધે. આજે જ્યારે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે ત્યારે અંબાણી પેટ્રોલ ભારતની બહાર મોકલી રહ્યા છે. અંબાણી રશિયાથી પેટ્રોલ ખરીદી બહાર વેચે છે અને તે પૈસાથી નરેન્દ્ર મોદીને ફંડિંગ કરે છે, આ સત્ય છે.
जब भी BJP-RSS के लोग आपके सामने आएं और नरेंद्र मोदी-अमित शाह की बात करें तो आप उनसे खुलकर कहिए 👇
नरेंद्र मोदी-अमित शाह गद्दार हैं। BJP-RSS गद्दार हैं, क्योंकि आप लोगों ने मिलकर देश को बेचने का काम किया है।
BJP-RSS ने संविधान पर, वीरा पासी जी, गांधी जी और अंबेडकर जी पर हमला… pic.twitter.com/PiMQnRRmW8
— Congress (@INCIndia) May 20, 2026
તાજેતરમાં વડા પ્રધાન મોદીએ દેશના લોકોને વિદેશ ન જવાની અને સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. એ મુદ્દે પણ રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર નિશાન સાધ્યું હતું રાયબરેલીમાં તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કહે છે કે વિદેશ ન જાઓ, સોનું ન ખરીદો, ઇલેક્ટ્રિક ગાડી ખરીદો. આવનારા સમયમાં ખેડૂત પાસે ખાતર નહીં હોય. જુઓ, થોડા મહિનામાં મોંઘવારી ક્યાં પહોંચે છે, પેટ્રોલ, ડીઝલ, તેલ, ગેસ, દાળ અને ચોખાના ભાવ ક્યાં સુધી જાય છે. વડા પ્રધાન ખુદ ખુલ્લેઆમ કહે છે કે સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ અને પોતે હજારો કરોડ રૂપિયાના વિમાનમાં વિદેશ પ્રવાસે જાય છે.




