નાના પાટેકરનું નિધન, PM મોદીએ વ્યક્ત કરી સંવેદના

નવી દિલ્હીઃ બોલિવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન થયું છે. તેમણે ગોવા સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. નાના પાટેકર 75 વર્ષના હતા. તેમના પુત્ર મલ્હારે તેમના નિધનની પુષ્ટિ કરી હતી. નાનાના અચાનક નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે.

કેવી રીતે થયું નાના પાટેકરનું નિધન?

પ્રાપ્ત માહિતી મુજબ નાના પાટેકરને ઘરે જ હ્દયરોગનો હુમલો આવ્યો હતો. ડોક્ટરોએ લગભગ 45 મિનિટ સુધી સીપીઆર આપીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. આજે સવારે 5.20 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમનું નિધન થઈ ચૂક્યું હતું.

મલ્હારે જણાવ્યું કે તેઓ હાલમાં પુણેમાં છે અને ગોવા જઈ રહ્યા છે. નાના પાટેકરે અભિનયની શરૂઆત થિયેટરથી કરી હતી. વર્ષ 1978માં આવેલી ફિલ્મ ‘ગમન’થી તેમણે પહેલી વાર પડદા પર અભિનય કર્યો હતો. ‘પરિંદા’ (1989) જેવી ફિલ્મોથી તેમને ખાસ ઓળખ મળી હતી. આ ફિલ્મ માટે તેમને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 1994માં આવેલી ‘ક્રાંતિવીર’ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

પીએમ મોદી સહિત અનેક નેતાઓએ વ્યક્ત કર્યો શોક

બોલિવુડના દિગ્ગજ કલાકાર નાના પાટેકરના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને એનસીપીના વડા શરદ પવારે પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે નાના પાટેકર જેવી તીવ્રતા, અનોખાપણું અને દમદાર હાજરી બહુ ઓછા કલાકારોમાં જોવા મળે છે. તેઓ પોતાના દરેક પાત્રમાં વર્સેટાઇલ હતા અને દરેક ભૂમિકામાં સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો. તેમણે ફિલ્મોમાં એવાં પાત્રો ભજવ્યાં, જેને પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે નાનાના વિચારો ખૂબ જ સ્પષ્ટ હતા. તેઓ પોતાની વાત કહેવામાં ક્યારેય અચકાતા નહોતા. હિન્દી અને મરાઠી સિનેમામાં નાના પાટેકરનું યોગદાન ખૂબ મોટું હતું. તેમનું નિધન એક મોટી ખોટ છે.

રાજકીય સન્માન સાથે થશે નાના પાટેકરના અંતિમ સંસ્કાર

મરાઠી થિયેટર ઉપરાંત મરાઠી અને હિન્દી સિનેમામાં અભિનેતા નાના પાટેકરના બેમિસાલ યોગદાનને ધ્યાનમાં રાખીને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારે તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સરકારી સન્માન સાથે કરવાનો નિર્ણય લીધો છે. સાંસ્કૃતિક બાબતોના મંત્રી એડવોકેટ આશિષ શેલારે આ જાહેરાત કરી છે.