અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠા પર જોવા મળી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે. જોકે, આ અપીલ માત્ર શબ્દો પૂરતી મર્યાદિત નથી, વડાપ્રધાને પોતે તેનો અમલ કરીને સૌને ચોંકાવી દીધા છે.

PM મોદીના કાફલામાં હવે માત્ર 2 ગાડી
સામાન્ય રીતે વડાપ્રધાનના સુરક્ષા કાફલામાં અનેક આધુનિક ગાડીઓનો સમાવેશ થતો હોય છે, પરંતુ તેલ બચાવવાના અભિયાન હેઠળ પીએમ મોદીએ પોતાના કાફલામાં વાહનોની સંખ્યામાં ધરખમ ઘટાડો કર્યો છે. હાલમાં જ પીએમ મોદીના કાફલામાં માત્ર 2 ગાડીઓ જ જોવા મળી હતી. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની જનતાને એ સંદેશ આપવાનો છે કે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય હિતમાં પેટ્રોલ-ડીઝલની જરૂરિયાતોને ઓછી કરવી અનિવાર્ય છે. વડાપ્રધાન મોદીની આ પહેલથી પ્રેરિત થઈને અન્ય મંત્રીઓ અને નેતાઓએ પણ પોતાના કાફલાને મર્યાદિત બનાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમની અપીલ બાદ પોતાના કાફલાનું કદ ઘટાડીને અડધાથી પણ ઓછું કરી દીધું છે. પ્રધાનમંત્રીએ ઇંધણ બચાવવા માટે તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પીએમ મોદીના કાફલામાં ફક્ત બે વાહનો જ જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ ઇંધણ બચાવવા માટે આ પહેલ શરૂ કરી હતી, જેથી અન્ય લોકો પણ આવું કરવા માટે પ્રેરિત થઈ શકે. કાફલામાં વાહનો ઘટાડવાનો હેતુ સમગ્ર દેશને સંદેશ આપવાનો છે કે આપણે આ સમયે કોઈપણ કિંમતે પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતો ઘટાડવી જોઈએ. અમેરિકા-ઈરાન જંગને કારણે દુનિયાભરમાં તેલ અને ગેસની સપ્લાય ખોરવાઈ છે, જેનાથી ભારત પણ અછૂત નથી. વધતા ભાવો અને અછતને પહોંચી વળવા માટે સરકાર ‘ઉર્જા બચત’ પર ભાર મૂકી રહી છે. વડાપ્રધાન માને છે કે જો નેતાઓ પોતે સંયમ રાખશે તો દેશની જનતા પણ ઈંધણ બચાવવા માટે પ્રોત્સાહિત થશે.



