છઠ મહાપર્વના ચાર દિવસીય પવિત્ર અનુષ્ઠાનની શરૂઆત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને છઠી મૈયાને નમન કર્યું હતું અને તમામ વ્રતધારીઓને શુભકામનાઓ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, લોકઆસ્થા અને સૂર્ય ઉપાસનાના ચાર દિવસીય પવિત્ર અનુષ્ઠાન છઠ મહાપર્વના પ્રારંભે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આજે નહાય-ખાયનું અનુષ્ઠાન છે. તમામ વ્રતધારીઓને મારા નમન. છઠી મૈયાના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
लोक आस्था और सूर्य उपासना के चार दिवसीय पावन अनुष्ठान महापर्व छठ के शुभारंभ पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ। आज नहाय-खाय है। सभी व्रतियों को मेरा नमन। सबको छठी मइया का आशीर्वाद मिले, यही कामना है।
— Narendra Modi (@narendramodi) November 13, 2026
રાજનાથ સિંહે પણ પાઠવી શુભેચ્છાઓ
રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ છઠ મહાપર્વના પ્રારંભે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, લોકઆસ્થા, પવિત્રતા અને અતૂટ શ્રદ્ધાનો મહાપર્વ છઠ આજે નહાય-ખાયના પવિત્ર અનુષ્ઠાન સાથે શરૂ થઈ રહ્યો છે. ભગવાન સૂર્યની ઉપાસના અને છઠી મૈયાની આરાધનાને સમર્પિત આ પર્વ આપણી સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું અનોખું પ્રતીક છે.
તેમણે વધુમાં તમામ વ્રતધારીઓને નમન કરતાં પ્રાર્થના કરી કે છઠી મૈયા અને સૂર્યદેવની અસીમ કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ જળવાઈ રહે તથા તમામ મનોકામનાઓ પૂર્ણ થાય.
लोकआस्था, पवित्रता और अटूट श्रद्धा का महापर्व छठ आज नहाय-खाय के पावन अनुष्ठान के साथ प्रारंभ हो रहा है। भगवान सूर्य की उपासना और छठी मैया की आराधना को समर्पित यह महापर्व हमारी समृद्ध आध्यात्मिक एवं सांस्कृतिक परंपरा का अनुपम प्रतीक है।
समस्त देशवासियों को छठ महापर्व की हार्दिक शुभकामनाएँ। व्रत का संकल्प ले रहे सभी व्रतियों को मेरा सादर नमन एवं वंदन।
छठी मैया और सूर्यदेव की असीम कृपा से सभी के जीवन में सुख, शांति, आरोग्य और समृद्धि बनी रहे तथा सभी की मनोकामनाएँ पूर्ण हों।
जय छठी मैया!
— Rajnath Singh (@rajnathsingh) November 13, 2026
દિલ્હીમાં 11 કિલોમીટર લાંબા છઠ ઘાટ તૈયાર
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ છઠ પૂજાના પ્રથમ અનુષ્ઠાન નહાય-ખાય નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ વખતે દિલ્હીમાં છઠ મહાપર્વની ઉજવણી વધુ ભવ્ય રીતે કરવામાં આવશે. મુનક નહેરના બંને કિનારે 11 કિલોમીટર લાંબા સુંદર છઠ ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓ પૂરી શ્રદ્ધા અને સુવિધા સાથે છઠી મૈયાની પૂજા કરી શકે.
તેમણે છઠી મૈયાને પ્રાર્થના કરી કે દરેક પરિવાર પર તેમના આશીર્વાદ જળવાઈ રહે અને સૌના ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ આવે.






