આજના સમયમાં લોકો પોતાના સંતાનોના લગ્નને શાહી બનાવવા માટે લાખો-કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખે છે. ભવ્ય આતશબાજી, રોશની અને મોંઘા કેટરિંગ પાછળ પાણીની જેમ પૈસા વહાવવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રના નાંદેડ (Nanded) જિલ્લાના કંધાર તાલુકામાં આવેલા બહાદુરપુરા ગામના સિદ્ધેશ્વર પેઠકર પરિવારે આ રૂઢિચુસ્ત પરંપરાને બદલીને માનવતાનું એક અદભુત ઉદાહરણ સેટ કર્યું છે. આ પરિવારે પોતાના દીકરાના લગ્નની ખુશીમાં ગામના આશરે 3500 (સાડા ત્રણ હજાર) લોકોનો વીમો કરાવી આપ્યો છે. આ અનોખી પહેલની નોંધ ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે અને આજે ‘મન કી બાત’ (Mann Ki Baat) ના 135th (135 માં) એપિસોડમાં આ પરિવારની મુક્તકંઠે પ્રશંસા કરી છે.
नांदेड येथील बहादुरपुरा मधील पेठकर परिवाराने विवाहाच्या निमित्ताने गावातील लोकांचा अपघात विमा काढून एक नवा आदर्श निर्माण केला आहे. माझे आवाहन आहे की, अडचणीच्या काळात लोकांसाठी सुरक्षा कवच ठरणाऱ्या प्रधानमंत्री सुरक्षा विमा योजना आणि प्रधानमंत्री जीवन ज्योती विमा योजना यांची… pic.twitter.com/TB6wQ8QLze
— Narendra Modi (@narendramodi) June 28, 2026
પીએમ મોદીએ કહ્યું- ‘આ પરિવાર લોકો માટે પ્રેરણા બન્યો’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, નાંદેડ જિલ્લાના પેઠકર પરિવારે લગ્ન પ્રસંગે જે કાર્ય કર્યું છે તેનો ઉલ્લેખ કરવો અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે, લગ્ન જેવા અંગત પ્રસંગને સામાજિક કલ્યાણ સાથે જોડીને 3,500 લોકોનો વીમો કરાવવો એ પોતાનામાં જ એક બહુ મોટું ભગીરથ કાર્ય છે. આ પરિવારે જે સંવેદનશીલતા દાખવી છે, તે દેશના અન્ય લોકો માટે પણ એક મોટી પ્રેરણા બનીને ઉભરી છે. આ વીમાનો સીધો લાભ ગામના ગરીબ ખેડૂતો અને મજૂરોને મળવાનો છે.
કેમ લેવો પડ્યો વીમો કરાવવાનો નિર્ણય?
બહાદુરપુરા ગામની કુલ વસ્તી આશરે 3600 લોકોની છે, જેમાં મોટાભાગના લોકો ખેતી અને મજૂરીકામ સાથે સંકળાયેલા છે. આ ગ્રામીણ વિસ્તારમાં અવારનવાર સાપ કરડવાના કિસ્સા, કુદરતી આપત્તિઓ, જંગલી જાનવરોના હુમલા અને માર્ગ અકસ્માતો થતા રહે છે. ગામના ગરીબ લોકો પાસે પૂરતા પૈસા ન હોવાના કારણે ઘણીવાર તેઓ સમયસર યોગ્ય સારવાર કરાવી શકતા નથી અને જીવ ગુમાવવો પડે છે.
ગામની આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, પેઠકર પરિવારે પોતાના દીકરા સિદ્ધેશ્વર પેઠકર અને પુત્રવધૂ મંજુષા પેઠકરના લગ્નને યાદગાર બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો. તેમણે ગામના પ્રત્યેક વ્યક્તિ કે જેઓ ગામની મતદાર યાદીમાં (Voter List) સામેલ છે, તેમનો રૂ. 1,00,000 (1 લાખ) સુધીનો સ્વાસ્થ્ય/અકસ્માત વીમો કરાવી આપ્યો. આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો લગ્નને માત્ર દેખાડાનું સાધન માને છે, ત્યાં પેઠકર પરિવારે ગામના હજારો પરિવારોને આર્થિક સુરક્ષા કવચ પૂરું પાડીને સાચા અર્થમાં ‘મંગલ પ્રણય’ ઉત્સવ ઉજવ્યો છે, જેની ચર્ચા હવે આખા દેશમાં થઈ રહી છે.

