ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ બનાસકાંઠાના ભીલડીમાં આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે. આ આધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર 325 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે.
મુલાકાતને લઈ તૈયારીઓ તેજ
પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને કૃષિમંત્રી જીતુ વાઘાણી ભીલડી પહોંચ્યાં. તેમની સાથે શંકર ચૌધરી, પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર પણ ભીલડી પહોંચ્યા હતા.
31 ઓક્ટોબરે વડાપ્રધાન કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારી ‘એકતા પરેડ’ અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે.






