નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાજસ્થાન અને ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ મહિલાઓના આરોગ્ય, યુવાનોના રોજગાર અને ભારતની ટેકનોલોજિકલ આત્મનિર્ભરતા સાથે જોડાયેલી અનેક મોટી યોજનાઓનો પ્રારંભ કરશે.
રાજસ્થાનમાં રૂ. 16,680 કરોડની યોજનાઓની ભેટ
વડા પ્રધાનમંત્રી સવારે રાજસ્થાનના અજમેર પહોંચશે. અહીં તેઓ રૂ. 16,680 કરોડથી વધુ ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે શહેરી વિકાસ, સ્વચ્છ પીવાનું પાણી, માર્ગ નેટવર્ક, સિંચાઈ, ઊર્જા અને ઔદ્યોગિક આધારો સાથે સંબંધિત છે. આ અવસરે તેઓ વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.
Prime Minister @narendramodi to visit Rajasthan on 28th February
❋ PM to Launch Nationwide HPV Vaccination Drive for Girls Aged 14 to Prevent Cervical Cancer
❋ PM to lay foundation stone and inaugurate multiple development projects worth over Rs 16,680 crore in Ajmer
❋…
— PIB India (@PIB_India) February 27, 2026
આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પગલું
મહિલાઓના ઉત્તમ આરોગ્ય માટે વડા પ્રધાન અજમેરથી 14 વર્ષની કિશોરીઓ માટે ‘હ્યુમન પેપિલોમાવાયરસ’ (HPV) રસીકરણનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરશે. આ પહેલનો હેતુ સર્વાઇકલ કેન્સરથી બચાવ કરવાનો છે, જે મહિલાઓમાં કેન્સર સંબંધિત બીમારીઓનું એક મુખ્ય કારણ છે.
PM Modi (@narendramodi) posts, “देश की बेटियां स्वस्थ और समृद्ध हों, इसके लिए हम कोई कोर-कसर नहीं छोड़ रहे हैं। इसी दिशा में आज सुबह करीब 11:30 बजे राजस्थान के अजमेर में एचपीवी टीकाकरण के देशव्यापी अभियान का शुभारंभ करूंगा। इस पहल का उद्देश्य सर्वाइकल कैंसर की रोकथाम है। इस दौरान… pic.twitter.com/uijx1lrDqF
— Press Trust of India (@PTI_News) February 28, 2026
પીવાનું પાણી અને ઊર્જા ક્ષેત્રે સુધારો
દરેક ઘરે સ્વચ્છ પાણીના સંકલ્પને આગળ વધારતા વડા પ્રધાન નોનેરા અને પરવન અકવાડ પીવાના પાણીની યોજનાઓના વિવિધ પેકેજનો શિલાન્યાસ કરશે. એ સાથે જ રાજસ્થાનને રિન્યુએબલ એનર્જી હબ બનાવવા માટે નવા ટ્રાન્સમિશન સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે. તેઓ પાંચ 220 કેએવી અને બે 400 કેએવી ગ્રિડ સબસ્ટેશનોના શિલાન્યાસ પણ કરશે જેથી વીજ પુરવઠો અવરોધ વિના સુનિશ્ચિત થાય.
યુવાનોને મળશે નિમણૂકપત્ર
રોજગારને ક્ષેત્રે વડા પ્રધાન રાજસ્થાનના વિવિધ સરકારી વિભાગોમાં પસંદ થયેલા 21,800થી વધુ યુવાનોને નિમણૂકપત્ર વિતરણ કરશે. આ પગલું યુવાનોને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગુજરાતમાં સેમી-કન્ડક્ટર ક્રાંતિનો પ્રારંભ
વડા પ્રધાન બપોરે ગુજરાતના સાણંદ પહોંચશે. અહીં તેઓ માઇક્રોન કંપનીની સેમી-કન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારતના સેમી-કન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલો પ્રથમ પ્રોજેક્ટ છે, જેની કિંમત રૂ. 22,500 કરોડથી વધુ છે. આ અવસરે તેઓ ઉપસ્થિત જનસમૂહને સંબોધિત કરશે. આ પ્લાન્ટ ભારતને વૈશ્વિક સેમી-કન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં મજબૂત સ્થાન અપાવવાનું મહત્વપૂર્ણ પગલું છે. અહીં ‘મેડ-ઇન-ઇન્ડિયા’ મેમરી મોડ્યુલોનું ઉત્પાદન થશે, જે વૈશ્વિક બજારોમાં નિકાસ કરવામાં આવશે. આ સુવિધા લગભગ 5 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે અને વિશ્વના સૌથી મોટા ક્લીનરૂમ સ્પેસમાંની એક છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગની વધતી વૈશ્વિક માગ પૂરી કરવામાં મદદરૂપ થશે.


