Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Shop
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Shop
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National Instagram થી X સુધી PM મોદીનો દબદબો
  • News
  • National

Instagram થી X સુધી PM મોદીનો દબદબો

August 19, 2026
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    કેન્દ્રીય કેબિનેટના મંત્રીઓની સોશિયલ મીડિયા પરની હાજરી અને તેમના પરફોર્મન્સનો વિગતવાર અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. 1 May 2026 થી 15 August 2026 સુધીના છેલ્લા 3.5 મહિનાની પ્રવૃત્તિઓના આધારે તમામ મંત્રીઓની ઓવરઓલ પરફોર્મન્સ રેન્કિંગ તૈયાર કરવામાં આવી છે, જેને બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન રજૂ કરવામાં આવી હતી. આ રેન્કિંગ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સ્થાને રહ્યા છે. આ રિપોર્ટ માત્ર કેબિનેટ મંત્રીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રેન્કિંગ આખરી કરતી વખતે દેશના ટોચના નેતાઓથી લઈને જમીની સ્તરના નેતાઓના સોશિયલ મીડિયા ટ્રેક્શનને પણ આધાર બનાવવામાં આવ્યો છે. જે નેતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સૌથી વધુ જનસમર્થન અને પ્રતિસાદ મળ્યો છે, તે મુજબ આ રિપોર્ટ તૈયાર કરાયો છે.

    ત્રણ પ્લેટફોર્મ્સ પર મૂલ્યાંકન

    મંત્રીઓના સોશિયલ મીડિયા પરફોર્મન્સનું મૂલ્યાંકન Instagram, X (પૂર્વમાં Twitter) અને Facebook પર તેમની દૈનિક સક્રિયતાના આધારે કરવામાં આવ્યું છે. રેન્કિંગ નક્કી કરવા માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે:

    દરરોજ કરવામાં આવતી સરેરાશ પોસ્ટની સંખ્યા

    સોશિયલ મીડિયા પર કુલ એંગેજમેન્ટ (Engagement)

    પ્રત્યેક પોસ્ટ પર મળતું સરેરાશ એંગેજમેન્ટ

    પોસ્ટ પર મળેલા કુલ લાઈક્સ અને સરેરાશ લાઈક્સ

    ત્રણેય પ્લેટફોર્મ્સ પર ફોલોઅર્સની કુલ સંખ્યા

    એંગેજમેન્ટ અને જનસંવાદ વધારવા નિર્દેશ

    રિપોર્ટ સામે આવ્યા બાદ તમામ મંત્રીઓને સોશિયલ મીડિયા પર પોતાની સક્રિયતા વધુ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મંત્રીઓને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ માત્ર સત્તાવાર માહિતી કે ઘોષણાઓ શેર કરવા પૂરતા સીમિત ન રહે, પરંતુ પોસ્ટ, એંગેજમેન્ટ અને જનતા સાથે સાર્થક વાતચીત (જનસંવાદ) ને પણ પ્રાથમિકતા આપે.

    ડિજિટલ યુગમાં સાર્વજનિક ક્ષેત્રે જનતા સાથે સીધો સંવાદ સાધવા અને સરકારી યોજનાઓની પહોંચનું મૂલ્યાંકન કરવા માટે આ પરફોર્મન્સ રિપોર્ટને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

    • TAGS
    • #x
    • Facebook
    • Instagram
    • Narendra Modi
    • public engagement
    • Report Card
    • Social Media Performance
    • Union Cabinet
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleદિલ્હીમાં CNG પંપ પર ભયાનક બ્લાસ્ટ: 3 કર્મચારીઓના મોત
      pravinjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      “સરકાર જનતાનો અવાજ સાંભળવા નથી માંગતી”, રાહુલ ગાંધીનો કટાક્ષ

      મંગલ મિલન:પીએમ મોદીએ NDA સાંસદો સાથે ત્રિરંગો ફરકાવ્યો

      ‘તોફાન પહેલાની શાંતિ’: ઉદ્ધવ ઠાકરેના મોદી સરકાર પર આકરા પ્રહારો

      Recent Posts

      • Instagram થી X સુધી PM મોદીનો દબદબો
      • દિલ્હીમાં CNG પંપ પર ભયાનક બ્લાસ્ટ: 3 કર્મચારીઓના મોત
      • AAP નેતા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી
      • ભારતના ઉભરતા ટેબલટોપ ગેમ ડિઝાઇનર્સનો અમદાવાદમાં ભવ્ય મેળાવડો
      • સૂર્યકુમાર યાદવ JITO પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર; ભારતની સૌથી મોટી જૈન ક્રિકેટ લીગ

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa