દેશના 80th સ્વતંત્રતા દિવસના પવિત્ર અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે પરંપરાગત ‘એટ હોમ’ (At Home) રિસેપ્શનનું સુંદર આયોજન કર્યું હતું. આ ગૌરવપૂર્ણ સમારોહમાં દેશના સર્વોચ્ચ નેતાઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમના પત્ની સવિતા કોવિંદ સાથે પહોંચ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંત પણ આ ખાસ સાંજના સાક્ષી બન્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ અને દેશની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી પણ જોવા મળી હતી.
President Droupadi Murmu hosted a State Reception at Rashtrapati Bhavan on the occasion of the 80th Independence Day.
Vice President of India C. P. Radhakrishnan, Prime Minister Narendra Modi, Lok Sabha Speaker Om Birla, Union Ministers, diplomats and eminent people from… pic.twitter.com/2UTS0sY7vN
— SansadTV (@sansad_tv) August 15, 2026
શું છે રાષ્ટ્રપતિ ભવનનું ‘એટ હોમ’ રિસેપ્શન?
સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં ‘એટ હોમ’ રિસેપ્શનનું ખાસ આયોજન કરવામાં આવે છે. બ્રિટિશ કાળથી ચાલી આવતી ટી-પાર્ટીની આ પરંપરા આજે દેશના લોકશાહી અને સંસ્કૃતિનું પ્રતીક બની ચૂકી છે. લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીના ભાષણ બાદ, સાંજે દેશના ટોચના નેતાઓ, ન્યાયતંત્રના વડાઓ, વિદેશી રાજદૂતો અને વિશેષ નાગરિકો રાષ્ટ્રપતિ ભવનમાં એકઠા થાય છે.
President Droupadi Murmu hosted a State Reception at Rashtrapati Bhavan on the occasion of the 80th Independence Day.
Vice President C. P. Radhakrishnan, PM @narendramodi, Former President Ram Nath Kovind, Chief Justice of India Justice Surya Kant, Lok Sabha Speaker… pic.twitter.com/WojLzlMKuq
— DD News (@DDNewslive) August 15, 2026
બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી આ પરંપરા
‘એટ હોમ’ રિસેપ્શનની પરંપરા ભારતમાં બ્રિટિશ હકુમત દરમિયાન શરૂ થઈ હતી. તે સમયે ભારતના વાઇસરોય તેમના સત્તાવાર નિવાસસ્થાને (જે આજે રાષ્ટ્રપતિ ભવન છે) ખાસ પ્રસંગોએ બ્રિટિશ અફસરો, રોયલ મહેમાનો અને રજવાડાના રાજા-મહારાજાઓ માટે ગાર્ડન ટી-પાર્ટી યોજતા હતા. તેને ‘ગવર્નર્સ એટ હોમ’ કે ‘વાઇસરોય એટ હોમ’ કહેવામાં આવતું હતું. તેનો મુખ્ય હેતુ બિનસત્તાવાર વાતાવરણમાં વાતચીત કરવાનો અને રાજદ્વારી સંબંધો મજબૂત કરવાનો હતો.
Hon’ble Vice President, Shri C. P. Radhakrishnan attended the State Reception hosted by Hon’ble President, Smt Droupadi Murmu on the occasion of 80th Independence Day at Rashtrapati Bhavan today. pic.twitter.com/F9PglvaUVq
— Vice-President of India (@VPIndia) August 15, 2026
આઝાદી પછી કેવી રીતે બદલાયું સ્વરૂપ?
15 August 1947 ના રોજ દેશ આઝાદ થયા પછી આ પરંપરાને નાબૂદ કરવાને બદલે તેને લોકશાહી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના સમયથી આ કાર્યક્રમ રાષ્ટ્રીય ઉજવણીનો મહત્વનો હિસ્સો બન્યો છે. હવે તે માત્ર વગદાર લોકોનો કાર્યક્રમ નથી રહ્યો, પરંતુ દેશનું ગૌરવ વધારનારા સામાન્ય નાગરિકોને પણ તેમાં ખાસ આમંત્રણ આપવામાં આવે છે.

રિસેપ્શનમાં કોણ કોણ થાય છે સામેલ?
ટોચનું નેતૃત્વ: પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, પૂર્વ રાષ્ટ્રપતિઓ, પૂર્વ પ્રધાનમંત્રીઓ અને વિપક્ષના નેતાઓ.
બંધારણીય વડાઓ: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI), ત્રણેય સૈન્ય દળોના વડાઓ અને ચૂંટણી કમિશનરો.
વિદેશી મહેમાનો: ભારતમાં સ્થિત વિવિધ દેશોના રાજદૂતો અને હાઈકમિશનરો.
વિશેષ નાગરિકો: પદ્મ પુરસ્કાર વિજેતાઓ, સ્વતંત્રતા સેનાનીઓ, રાષ્ટ્રીય રમત પુરસ્કાર વિજેતાઓ અને સમાજમાં પરિવર્તન લાવનારા ‘અનસંગ હીરોઝ’.
આ સમારોહ સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ભવનના પ્રસિદ્ધ અમૃત ઉદ્યાનના ખુલ્લા લોનમાં આયોજિત કરવામાં આવે છે, જ્યાં તમામ મહેમાનો એકબીજાને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવે છે.






