અમદાવાદઃ પર્પલ સ્ટાઇલ લેબ્સ લિમિટેડના ઇક્વિટી શેરના IPO માટેની બિડ/ઓફર સોમવાર, 31 ઓગસ્ટે ખૂલશે. કંપનીની ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 546થી રૂ. 575 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ રોકાણકારો ઓછામાં ઓછા 26 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 26 ઇક્વિટી શેરના ગુણાંકમાં અરજી કરી શકાશે.
એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ શુક્રવાર, 28 ઓગસ્ટ રહેશે. બિડ/ઓફર સોમવાર, 31 ઓગસ્ટે ખૂલશે. આ ઓફરમાં સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થાય છે, જેમાં રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ રૂ. 680 કરોડ સુધીના ઇક્વિટી શેર જારી કરવામાં આવશે.
24 ઓગસ્ટ, 2026એ જારી કરાયેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અને 25 ઓગસ્ટ, 2026એ જારી કરાયેલા સુધારાપત્ર (“Red Herring Prospectus” or “RHP”) મારફતે જારી થનારા ઇક્વિટી શેરને સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઈશ્યુ માટે NSEને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે નક્કી કરવામાં આવ્યું છે. એક્સિસ કેપિટલ લિમિટેડ અને IIFL કેપિટલ સર્વિસિસ લિમિટેડ (અગાઉ IIFL સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી) આ ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે.
આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી) અનુસાર અનેસેબી આઈસીડીઆર નિયમોના નિયમન 31 સાથે વાંચવામાં આવતા તથા સેબી આઈસીડીઆર નિયમોના નિયમન 6(2)નું પાલન કરીને બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી રહી છે, જેમાં ઓફરના લઘુત્તમ 75 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”, and such portion, the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે.
A Pretty Unique Company Coming to Markets!
New Mainboard IPO
Purple-Style Labs LtdDate: Aug 31 to Sept 02
Issue Size: ₹680 Cr
(Full Fresh Issue)FV: ₹10
Retail Portion: 10%Pernia’s Pop-Up Shop is one of the largest and fastest growing multi-brand luxury
omni-channel… pic.twitter.com/Cz5R3pcfsC— Paryan Sharma (@Paryan_Sharma) August 24, 2026
એ ઉપરાંત, જો નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા શેર નોન-ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે અને (બી) બે તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રહેશે.




