નવી દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની ૧૩૭મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમને “ભારતના રત્ન” (Jewel of India) તરીકે સંબોધિત કર્યા. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એક પ્રગતિશીલ અને સર્વસમાવેશક રાષ્ટ્ર માટેનું નેહરુજીનું વિઝન આજે પણ પાર્ટીના પ્રયાસોને માર્ગદર્શન પૂરું પાડે છે.
हिंद के जवाहर, भारत के प्रथम प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू जी की जयंती पर सादर नमन।
आज़ादी उनकी मंज़िल नहीं, देश के नए सफ़र का मुकाम थी। स्वराज सत्ता नहीं, हर नागरिक की भागीदारी और देश के भविष्य की ज़िम्मेदारी थी।
भारत उनके लिए एक खोज, एक विचार था – विविधता जिसकी शक्ति, लोकतंत्र जिसका विश्वास और समानता जिसका आधार हो।
एक आधुनिक, वैज्ञानिक, प्रगतिशील और आत्मविश्वासी भारत का उनका सपना आज भी हमारी प्रेरणा है। और उस सपने के भारत की ओर हमारा प्रयास ही उन्हें सच्ची श्रद्धांजलि है।
— Rahul Gandhi (@RahulGandhi) November 14, 2026
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પંડિત નેહરુએ એક આધુનિક, વૈજ્ઞાનિક, પ્રગતિશીલ અને આત્મવિશ્વાસુ ભારતીય રાષ્ટ્રનું સ્વપ્ન જોયું હતું, જે આજે પણ સૌના માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમેર્યું કે, “સ્વાતંત્ર્ય એ માત્ર અંતિમ ગમ્યસ્થાન નહોતું, પરંતુ દેશની નવી સફર માટેનું એક સીમાચિહ્ન હતું. સ્વરાજ્ય એટલે માત્ર સત્તા નહીં, પરંતુ દેશના ભવિષ્ય માટે દરેક નાગરિકની ભાગીદારી અને જવાબદારી.”
નેહરુજીના મૂળભૂત આદર્શોને યાદ કરતા તેમણે કહ્યું કે તેમના માટે ભારત એક શોધ અને વિચાર સમાન હતું – જ્યાં વિવિધતા એ તેની શક્તિ, લોકશાહી એ શ્રદ્ધા અને સમાનતા એ પાયો હતો. આ પ્રકારના આધુનિક અને આત્મવિશ્વાસુ ભારતના નિર્માણ માટેના પ્રયાસો જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.
આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગે અને અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ પંડિત નેહરુના દેશ પ્રત્યેના ઐતિહાસિક યોગદાન અને લોકશાહી મૂલ્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.






