ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી આત્મનિર્ભરતાની ક્રાંતિ હવે વૈશ્વિક સ્તરે ડંકો વગાડવા માટે સજ્જ થઈ ગઈ છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે ભારતના ડિફેન્સ સેક્ટરના અભૂતપૂર્વ અને વ્યાપક વિસ્તારને લઈને એક અત્યંત સનસનાટીભર્યું અને આત્મવિશ્વાસથી સભર નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લી ચેતવણીના સૂર સાથે જણાવ્યું છે કે, આગામી 25 થી 30 વર્ષોમાં ભારત દુનિયાનો સૌથી મોટો હથિયાર નિકાસ કરનારો સુપરપાવર દેશ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે અને ભારતને આ લક્ષ્ય પ્રાપ્ત કરતા રોકવાની તાકાત વિશ્વની કોઈ પણ શક્તિમાં નથી.
आज का भारत अत्याधुनिक हथियार प्रणालियों का इनोवैटर और निर्माता बन रहा है। जब सरकार का विज़न और प्राइवेट सेक्टर का इनोवैशन साथ आते हैं, तब राष्ट्र नई ऊँचाइयाँ छूता है, और आज हम वही होते हुए देख रहे हैं। pic.twitter.com/cHvR8hokT3
— Rajnath Singh (@rajnathsingh) May 23, 2026
મહારાષ્ટ્રના અહલિયાનગર જિલ્લામાં આવેલા પ્રખ્યાત ધાર્મિક સ્થળ શિરડી (Shirdi) ખાતે એક ખાનગી દારૂગોળો અને ઓટોમેશન ઉત્પાદન યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત મેદની અને લશ્કરી અધિકારીઓને સંબોધિત કરતા રક્ષામંત્રીએ આ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની નીતિઓ હવે બદલાઈ ચૂકી છે અને અમારો આગામી મુખ્ય લક્ષ્યાંક દેશના કુલ સંરક્ષણ ઉત્પાદનમાં પ્રાઈવેટ સેક્ટરની હિસ્સેદારી વધારીને સીધી 50% સુધી લઈ જવાનો છે. ભૂતકાળને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, “એક સમય હતો જ્યારે વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ માત્ર વિદેશી હથિયારો અને મિસાઈલો આયાત (Import) કરનારા દેશ તરીકેની હતી, પરંતુ આજે ચિત્ર બદલાયું છે. પાયાના સ્તરે થયેલા સુધારાના કારણે હવે ભારત આત્મનિર્ભર બનીને દુનિયાને હથિયારો વેચવા માટે તૈયાર છે.”
आज भारत की प्राइवेट इंडस्ट्रीज़ फ्यूचर वॉरफेयर की गहरी समझ के साथ लगातार कार्य कर रही हैं। इसलिए हमारी सरकार क्रिटिकल टेक्नोलॉजीज़ और एडवांस्ड सिस्टम्स में मेक इन इंडिया को निरंतर बढ़ावा दे रही है। भारत की डिफेंस कंपनियों का सामर्थ्य बढ़ेगा, तभी देश और अधिक मज़बूत होगा। pic.twitter.com/gUJaGDg4OP
— Rajnath Singh (@rajnathsingh) May 23, 2026
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે ભારતીય ઉદ્યોગ જગતની ક્ષમતા પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, “ભારતને આગામી સમયમાં ગોળા-બારૂદ, ડ્રોન અને ઓટોમેશન ટેકનોલોજીનું વૈશ્વિક હબ (Global Hub) બનાવવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રે એક થઈને ખભેથી ખભો મિલાવી કામ કરવું પડશે. જ્યારે વડાપ્રધાનની દૂરદર્શિતા અને ખાનગી ક્ષેત્રનું ઇનોવેશન (નવીનતા) એક મંચ પર સાથે આવે છે, ત્યારે દેશ પ્રગતિના નવા આકાશો સર કરે છે.”

