“શાંતિ એશિયાટિક સ્કૂલમાં “રાખી ફોર અ કોઝ” કાર્યક્રમ યોજાયો

0

અમદાવાદઃ રક્ષાબંધન નિમિત્તે અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં “રાખી ફોર અ કોઝ.. કાઈન્ડનેસ કેન નેવર પોઝ” થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણો દેશ ઓગસ્ટના ઉત્સવના મહિનાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે શાંતિ એશિયાટિક સ્કૂલે ચાંદની ફાઉન્ડેશનના સહયોગથી SAS કેમ્પસમાં રાખી ફેસ્ટનું આયોજન કર્યું હતું.  આ કાર્યક્રમમાં રક્ષાબંધનની ભાવના ભવ્યતાથી ખીલી ઊઠી, દિવ્યાંગ, અંધજન અને અનાથ બાળકો દ્વારા  બનાવવામાં આવેલી હેન્ડ મેઈડ રાખડીઓ ખૂબ જ ગર્વ અને કાળજી સાથે પ્રદર્શિત કરવામાં આવી હતી. દરેક બાંધેલો દોરો ફક્ત એક હસ્તકલા કરતાં વધુ હતો  અને આ વંચિત લોકોના શિક્ષણ, સંભાળ અને સપનાઓને ટેકો આપતો હતો.

અપાર પ્રેમ અને આનંદના ઉલ્લાસ સાથે આ કાર્યક્રમે એક એવી આશાનું કિરણ પ્રગટાવ્યું જેણે દરેક હૃદયને દયા અને પ્રેમની હૂંફથી ઝળહળતું કરી દીધું હતું.