લખનૌઃ રામ મંદિરના ચઢાવાની ચોરીને મામલે સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે વધુ એક મોટો આક્ષેપ કર્યો છે. પોતાના X એકાઉન્ટ પર કરેલી પોસ્ટમાં અખિલેશે દાવો કર્યો છે કે મંદિરને દાનમાં અપાયેલી ‘કાગભુશંડી’ પણ ગાયબ થઈ ગઈ છે. એ સાથે જ તેમણે SIT (વિશેષ તપાસ ટીમ)ની તપાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે FIR વગરની SIT એટલે તીર વગરનું ધનુષ્ય.
ઉલ્લેખનીય છે કે SITએ પોતાના પ્રાથમિક તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યો છે અને તેમાં કોઈ પણ આરોપીને ક્લીનચિટ આપવામાં આવી નથી.
આરોપીઓ ભાગી ન શકે તે માટે નેપાળ સરહદ બંધ કરવી જોઈએ
અખિલેશ યાદવે કહ્યું હતું કે હવે દાનમાં આપવામાં આવેલી ‘કાગભુશંડી’ પણ ગાયબ થઈ હોવાના નિંદનીય સમાચાર આવ્યા છે. રોજ નવા-નવા ચઢાવા, ચંદા અને દાનની ચોરીના ખુલાસા થઈ રહ્યા છે, જેને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં રોષ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં નેપાળ સહિતની સરહદો બંધ કરી દેવી જોઈએ, જેથી આરોપીઓ ફરાર ન થઈ શકે. જ્યારે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે SITની તપાસ શું હાંસલ કરશે? ખાસ કરીને ત્યારે, જ્યારે આ તપાસ સત્ય બહાર લાવવા કરતાં મામલો દબાવવા કે વહેંચણી માટે કરવામાં આવી હોય.
FIR के बिना SIT ‘बिना तीर की कमान’ है।
अब दान में दिये गये ‘कागभुसुंडि’ के गायब हो जाने की निंदनीय ख़बर आई है। जिस तरह हर दिन ‘चढ़ावा-चंदा-दान’ चोरी का नया भंडाफोड़ हो रहा है और सनातनी आस्थावानों का आक्रोश बढ़ता जा रहा है, उसे देखकर नेपाल और बाक़ी बार्डर बंद कर देने चाहिए, जिससे… pic.twitter.com/tMkP7QSEAF
— Akhilesh Yadav (@yadavakhilesh) June 24, 2026
SITએ સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો
અયોધ્યામાં રામ મંદિરના દાનના નાણાકીય વ્યવહારમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT)એ મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારના અતિરિક્ત મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને પોતાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. તપાસ ટીમના અધ્યક્ષ અને લખનૌના વિભાગીય કમિશનર વિજય વિશ્વાસ પંતે પત્રકારોને જણાવ્યું હતું કે શાસન દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની SITની તપાસ રિપોર્ટ આજે અતિરિક્ત મુખ્ય સચિવ (ગૃહ)ને સોંપવામાં આવ્યો છે. આ પ્રાથમિક અહેવાલ છે અને તે મુજબ તેને સરકારને આપવામાં આવ્યો છે.






