ચંડીગઢઃ પંજાબમાં આવેલા વિનાશક પૂર બાદ રિલાયન્સે રાજ્ય માટે વ્યાપક 10 મુદ્દાની માનવતાવાદી ઝુંબેશ શરૂ કરી છે. રાજ્ય સરકાર, પંચાયત અને સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને રિલાયન્સની ટીમો પંજાબમાં કાર્યરત છે, ખાસ કરીને કંપની દ્વારા અમૃતસર અને સુલતાનપુર લોધીના સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
“આ દુઃખદ સમયે પંજાબની જનતાની પડખે કંપની ઊભી છે. અહીંના પરિવારોને ઘર, જીવન જરૂરિયાતો અને સુરક્ષાની લાગણી ગુમાવી છે, ત્યારે રિલાયન્સ પરિવાર તેમની સાથે ઊભો છે. કંપની માનવ તેમ જ પ્રાણીઓ માટે ખાદ્ય પદાર્થો, પાણી, આશ્રય કિટ્સ પૂરી પાડી રહી છે. આ 10 મુદ્દાની યોજના અમારા ઊંડા વિશ્વાસ -We Careને દર્શાવે છે. આ મુશ્કેલ સમયમાં પંજાબ સાથે ચાલવા માટે અમે પ્રતિબદ્ધ છીએ, એમ કંપનીના ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું.
કંપનીએ પૂરગ્રસ્તો માટે 10 સૂત્રી યોજના બનાવી છે.
પોષણ સહાયતા
- સૌથી વધુ અસરગ્રસ્ત 10,000 પરિવારોને આવશ્યક ખોરાક સામગ્રીવાળીરાશન કિટ્સ.
- 1000 સૌથી નબળા પરિવારો (ખાસ કરીને એકલ મહિલા તથા વડીલવાળા પરિવારો) માટે દરેકને રૂ. 5000 મૂલ્યની વાઉચર આધારિત સહાય.
- સામૂહિક રસોડાઓ માટે રાશનની સહાયતા, જેથી સમાજને તાત્કાલિક પોષણ મળી રહે.
- પાણી ભરાયેલા વિસ્તારોમાં સુરક્ષિત પીવાનું પાણી સુનિશ્ચિત કરવા પોર્ટેબલ વોટર ફિલ્ટર સ્થાપિત કરવામાં આવ્યાં.
આશ્રય સહાય
- સ્થળાંતરિત પરિવારોને સુરક્ષા આપવા તાત્કાલિક આશ્રય કિટ્સ – તાડપત્રી, ગ્રાઉન્ડશીટ્સ, મચ્છરદાની, દોરડા અને પથારીની સુવિધા.
જાહેર આરોગ્ય જોખમ વ્યવસ્થાપન (PHRM)
- પૂરને પગલે થતી બીમારીઓ અટકાવવા આરોગ્ય જાગૃતિ સત્રો અને પાણીના સ્ત્રોતોની ડિસઇન્ફેક્શન.
- દરેક અસરગ્રસ્ત પરિવારો માટે સ્વચ્છતા કિટ્સનું વિતરણ.
પશુ સહાયતા
- રિલાયન્સ ફાઉન્ડેશન અને વંતારા, પ્રાણી પાલન વિભાગ સાથે મળીને પશુ કેમ્પ ગોઠવી દવાઓ, રસીકરણ અને કાળજી પૂરી પાડી રહ્યા છે. લગભગ 5.000 પશુઓ માટે 3,000 સાઇલેજ બંડલનું વિતરણ.
રિલાયન્સની ટીમો જિલ્લા વહીવટી તંત્ર, પ્રાણી પાલન વિભાગ અને સ્થાનિક પંચાયત સાથે સુમેળમાં 24×7 કામ કરી રહી છે, તાત્કાલિક જીવ બચાવતી સહાય પહોંચાડી રહી છે. જિયો પંજાબ ટીમે NDRF સાથે સંકલનમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં નેટવર્ક પુનઃસ્થાપિત કરવા રાત-દિવસ મહેનત કરી છે અને રાજ્યમાં 100 ટકા વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી છે.
રિલાયન્સ રિટેલ ટીમ, રિલાયન્સ ફાઉન્ડેશન અને સેવાભાવી કાર્યકરો સાથે મળીને પંચાયત દ્વારા ઓળખાયેલા સૌથી અસરગ્રસ્ત સમુદાય માટે પોષણ અને સ્વચ્છતા માટે 21 આવશ્યક સામગ્રીવાળા રાશન અને સ્વચ્છતા કિટ્સ મોકલી રહી છે. આ સંકટની ઘડીમાં રિલાયન્સ પંજાબના લોકો સાથે ખભેખભા મિલાવીને ઊભી છે.
