નવી દિલ્હીઃ ચીની વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકની વેબસાઇટ લગભગ પાંચ વર્ષ બાદ ભારતમાં ફરીથી જીવંત થઈ ગઈ છે. ટિકટોકની વેબસાઈટનું મુખ્ય પેજ અને લોગિન પેજ ખૂલી રહ્યું છે. શુક્રવારે ભારતમાં કેટલાક યુઝર્સે દાવો કર્યો કે ટિકટોકની વેબસાઈટનું હોમપેજ ખૂલી રહ્યું છે. ત્યાર બાદ એ અટકળો શરૂ થઈ કે શું ભારતમાં ટિકટોક ફરીથી વાપસી કરી શકે છે? જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટિકટોકને અનબ્લોક કરવાનો કોઈ સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો નથી.
જૂન, 2020માં જ્યારે ભારત-ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં અથડામણ થઈ હતી, ત્યારે સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સને રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા પ્રાઈવસીના ખતરા બતાવીને પ્રતિબંધ કરી દીધી હતી. તે સમયે ભારતમાં ટિકટોકના આશરે 20 કરોડ યુઝર્સ અચાનક આ પ્લેટફોર્મથી દૂર થઈ ગયા હતા.
કોંગ્રેસે સરકારે પર કર્યો કટાક્ષ
આ મુદ્દે કોંગ્રેસે ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના X હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું કે ભારતમાં ચીનની કંપની ટિકટોકની વેબસાઈટ ચાલુ થઈ ગઈ છે. ચીન સાથે અથડામણમાં આપણા 20 જાંબાજ સૈનિકો શહીદ થયા હતા. પહેલા તો નરેન્દ્ર મોદીએ ચીનને ક્લીનચિટ આપી, પરંતુ જ્યારે કોંગ્રેસે દબાણ બનાવ્યું ત્યારે હેડલાઈન મેનેજ કરવા માટે ટિકટોક બેન કરી દીધું. હવે મોદી ફરીથી ચીન સાથે નજદીક થઈ રહ્યા છે, ચીનના વિદેશ મંત્રીને મળ્યા છે અને પોતે પણ ચીન જવાના છે અને આ દરમ્યાન ટિકટોક સંબંધિત આ ખબર આવી ગઈ છે.
भारत में चीन की कंपनी ‘टिक टॉक’ की वेबसाइट चलने लगी है.
चीन से झड़प में हमारे 20 जांबाज सैनिक शहीद हुए. पहले तो नरेंद्र मोदी ने चीन को क्लीनचिट दी.
लेकिन..
जब कांग्रेस ने दबाव बनाया तो हेड लाइन मैनेज करने को ‘टिक टॉक’ बैन किया.
अब मोदी फिर चीन से लप्पो झप्पो कर रहे हैं, चीन…
— Congress (@INCIndia) August 22, 2025
કોંગ્રેસે આગળ લખ્યું છે કે નરેન્દ્ર મોદીનો ચીન પ્રેમ, દેશપ્રેમ કરતાં ભારે પડી ગયો છે. પાકિસ્તાન સાથેની સીઝફાયર જેવી જ રીતે ચીન સાથે પણ શહાદતનો સોદો કરી દીધો છે. જાન્યુઆરી 2021માં ભારતે 59 ચાઈનીઝ એપ્સને કાયમી રીતે બ્લોક કરી દીધા હતા, જેમાં ટિકટોક પણ સામેલ હતી. આ પગલું સરહદ પર ચીન સાથે લાંબા ટેન્શન બાદ લેવામાં આવ્યું હતું.
