નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ IPL માં પોતાની સફર અંગે એક નવો અધ્યાય શરૂ કર્યો છે. CSK દ્વારા એમ.એસ. ધોનીને આગામી IPL 2027 સિઝન માટે ટીમનો મેન્ટર (માર્ગદર્શક) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેના પગલે તેમની પત્ની સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર અને ભાવનાત્મક નોટ શેર કરી છે.
View this post on Instagram
સાક્ષી ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, “સુંદર નવા અધ્યાયો શરૂ થાય તે પહેલાં કેટલાક જૂના પ્રકરણો પૂરા થવા જરૂરી છે. વર્ષોથી માહીને પ્રેમ કરનારા, સમર્થન આપનારા અને વિશ્વાસ કરનારા દરેક વ્યક્તિનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ તમામ પ્રેમ માટે અમે હંમેશા આભારી છીએ. નવી શરૂઆતો, નવી રોમાંચક સફર અને અનેક સુંદર યાદો તરફ આગળ વધીએ છીએ.”
IPLની શરૂઆતથી એટલે કે ૨૦૦૮થી આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા ૪૫ વર્ષીય ધોનીએ આ સાથે ખેલાડી તરીકેની પોતાની શાનદાર આઇપીએલ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂક્યું છે અને હવે મેન્ટર તરીકે ટીમ સાથે પોતાની નવી ભૂમિકા ભજવશે.






