અમદાવાદ: સપ્તરંગ આર્ટ સ્ટુડિયોઝ દ્વારા શહેરમાં એક અનોખું આર્ટ એક્ઝિબિશન યોજાયું. ગત 4 અને 5 નવેમ્બરના રોજ હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે એક હૃદયસ્પર્શી કેનવાસ પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં સ્પેશિયલ અને સામાન્ય બાળકો બંનેના પેઈન્ટિંગ એકસાથે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સપ્તરંગ આર્ટ સ્ટુડિયોઝના સ્થાપક ક્રિનલ શાહના માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શન યોજાયું.
બાળકોને પ્રોત્સાહન આપવા માટે IPS અજય ચૌધરી – જ્વૉઇન્ટ પોલીસ કમિશનર તથા પ્રસિદ્ધ એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ; વિપુલ સેવક – વાઇસ ચેરમેન, AMC સ્કૂલ; કુલિન પટેલ – ઇન્ટીરિયર ડિઝાઇનર અને એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ; હંસા પટેલ તથા નયના મેવાડા – કન્વીનર, ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશન; તેમજ નિરાલી શાહ – સ્થાપક, Mom’s Namkeen Treats ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોની આર્ટનું જીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને તેમને પ્રોત્સાહના આપ્યું.
આર્ટ એક્ઝિબિશનમાં 32 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં 12 સ્પેશિયલ કિડ્સ અને 20 સામાન્ય બાળકો હતા. બાળકોને એક પ્લેટફોર્મ પર લાવવા પાછળનો ઉદ્દેશ્ય સૌહાર્દ, સમાનતા અને સહ-સર્જનાત્મકતાનું વાતાવરણ તૈયાર કરવાનો રહ્યો. “વન કેનવાસ, વન વર્લ્ડ” નામનું આ ખાસ પ્રદર્શન સંદેશ આપે છે કે કલા કોઈ ભેદભાવમાં માનતી નથી અને દરેક બાળક પોતાની રીતે વિશેષ છે.
સપ્તરંગ આર્ટ સ્ટુડિયોઝના સ્થાપક ક્રિનલ શાહના માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શન યોજાયું. તેઓ છેલ્લાં 22 વર્ષથી આ આર્ટ સ્ટુડિયો ચલાવે છે. તેમજ છેલ્લાં આઠેક વર્ષથી સ્પેશિયલ કિડ્સ સાથે પણ કામ કરી રહ્યા છે. જેના વિશે તેમનું કહેવું છે કે દરેક બાળકમાં ખાસ પ્રકારની આર્ટ રહેલી હોય છે. તેને બહાર લાવવી અને બાળકને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે તેમનું ધ્યેય છે. તેઓ કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર પોતાના ખર્ચે સ્પેશિયલ કિડ્સ માટેના વર્કશોપ કરતા હોય છે. આ એક્ઝિબિશન પાછળના હેતુ વિશે તેમનું કહેવું છે કે બાળકોમાં પરસ્પર શીખવાની, વિવિધતાનો ઉત્સવ મનાવવાની અને સાચી કલાના અર્થને – “સમાવેશ” તરીકે સમજવાની ભાવના વિકસાવવાનો છે. આ પહેલ સમાજને પ્રેરણા આપે છે કે સર્જનાત્મકતાનું માપ “ક્ષમતાથી” થાય છે, “અક્ષમતાથી” નહીં।




