બંગાળની ખાડીમાં નવી સિસ્ટમનું નિર્માણ: ISROના INSAT-3DS ઉપગ્રહે કેદ કરી તસવીરો

નવી દિલ્હી: ચક્રવાતી તોફાન ‘અર્ણબ’ની વિદાય બાદ હવે બંગાળની ખાડીમાં ફરી એકવાર નવr હવામાન સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના અદ્યતન ‘INSAT-3DS’ હવામાન ઉપગ્રહે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અંદમાન-નિકોબાર આસપાસના વિસ્તારોમાં સંગઠિત વાદળો અને થન્ડરસ્ટોર્મ્સ (ગાજવીજ સાથેના વાદળો)ની ગતિવિધિઓને પોતાના કેમેરામાં કેદ કરી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દક્ષિણ અંદમાન સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશર એરિયા બાદ આ નવું સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધીને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે.

આ નવા વેધર સિસ્ટમના પ્રભાવ હેઠળ અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વ્યાપક વરસાદ તથા ગાજવીજ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ આ સિસ્ટમની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે.