અમદાવાદઃ વૈશ્વિક તેજીની વચ્ચે ઘરેલુ શેરબજારમાં તેજી થઈ હતી. અમેરિકી અને એશિયન બજારોની મજબૂતીની અસર ઘરેલુ શેરબજારના સેન્ટિમેન્ટ પર પ્રોત્સાહક અસર પડી હતી.ફેડરલ રિઝર્વના વ્યાજદરોમાં એક વધુ કાપની અપેક્ષાએ સ્થાનિક શેરોમાં તેજી થઈ હતી. IT અને PSU બેન્કોમાં તેજીથી બજારને સપોર્ટ મળ્યો હતો રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.5 લાખ કરોડનો વધારો થયો હતો.
ડિસેમ્બરમાં અમેરિકામાં વ્યાજદરમાં કાપની અપેક્ષાએ બજારમાં વિદેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા દેશોમાં નાણાં ઠાલવે છે, જેથી બજારની તેજીને વેગ મળ્યો હતો. Fiiએ ગઈ કાલે રૂ. 785 કરોડની લેવાલી કરી હતી, જ્યારે DIIએ આશરે રૂ. 3912 કરોડની લેવાલી કરી હતી.આ સાથે ક્રૂડ ઓઇલ 63 ડોલરની નીચે આવતાં ભારતનું આયાત બિલ ઘટશે. મોંઘવારી પર દબાણ ઓછું થશે. આ સાથે યુક્રેન-રશિયા યુદ્ધ ખતમ થવાની અપેક્ષાએ સેન્ટિમેન્ટ સુધર્યું હતું. જો યુદ્ધ અટકશે તો વૈશ્વિક સપ્લાય સુધરશે અને ઓઇલ અને કોમોડિટીની કિંમતો નરમ પડશે. આ સાથે નિફ્ટી નવ અને 20 DMAની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ સાથે ડિસેમ્બરમાં રિઝર્વં બેન્ક પણ વ્યાજદરોની સમીક્ષા કરતી વખતે વધુ એક વ્યાજકાપ કરે એવી અપેક્ષા છે. જેની સીધી અસર શેરબજારના સેન્ટિમેન્ટ પર પડી હતી.
BSE પર કુલ 4325 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2812 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1359 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 154 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 111 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 170 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 188 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 172 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.




