શાહરૂખ ખાન તેમની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના ખાન સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ તેમની પત્ની અને પુત્રીને ભીડથી બચાવતા અને ભગવાન ગણેશના આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા. પંડાલમાંથી ઘણા વીડિયો અને ફોટા સામે આવ્યા છે.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, તેમની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના ખાન સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શને ગયા હતા. શાહરૂખ, સુહાના અને ગૌરી ભીડમાંથી પસાર થઈને પંડાલમાં પહોંચ્યા હતા, સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા. શાહરૂખની મેનેજર પૂજા દદલાણી પણ તેમની સાથે હતી.


શાહરૂખ ખાન ગૌરી ખાન અને સુહાના ખાન તીલક કરી પરંપરાગત વસ્ત્રમાં સજ્જ થઈ પંડાલ પહોંચ્યા હતાં. ખાન પરિવારે વંદન કરી બાપ્પાના આશીર્વાદ લીધા હતાં. જ્યારે બીજી બાજુ SRKને જોઈને ચાહકોનો ઉત્સાહ પણ વધી ગયો હતો.

શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી અને પુત્રી સાથે
શાહરૂખ ખાને પંડાલની અંદર ચાહકોનું અભિવાદન કર્યુ હતું. તેમજ ખાતરી કરી કે ગૌરી અને સુહાના યોગ્ય રીતે દર્શન કરે. પંડાલની અંદર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, કારણ કે શાહરૂખ ખાન ગૌરી અને સુહાના સાથે આરતીમાં પણ સામેલ થયા હતાં.




