અમદાવાદ: શેલામાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા “ભારતીયમ ૨૦૨૬” સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બે દિવસીય સ્પોર્ટ્સ ફેસ્ટમાં સિનિયર ગ્રેડના 700થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, જ્યારે લગભગ ત્રણ હજારથી વધુ પેરેન્ટેસ અને અન્ય મહેમાનોએ હાજરી આપી હતી.
‘ભારતીયમ ૨૦૨૬’માં વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ, યોગ, સ્કેટિંગ, ફૂટબોલ, બાસ્કેટબોલ, જિમ્નેસ્ટિક્સ, કરાટે, બેડમિન્ટન, વોલીબોલ, ખો-ખો, ચેસ, ટેબલ ટેનિસ અને લૉન ટેનિસ સહિત વિવિધ રમતગમત શાખાઓમાં પોતાની કુશળતા દર્શાવી હતી. વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને સર્ટિફિકેટસ એનાયત કરવામાં આવ્યા હતા.
શાંતિ એશિયાટિક સ્કૂલનો ‘ભારતીયમ 2026’ સ્પોર્ટ્સ ફેસ્ટ,તેમના વિદ્યાર્થીઓને ફિઝિકલ ફિટનેસ, ટીમવર્ક અને દ્રઢતા જેવા ગુણો રજુ કરવાનો મંચ પુરો પાડે છે.


