અમદાવાદઃ શિપરોકેટ લિમિટેડના ઇક્વિટી શેરના IPO માટેની બિડ/ઓફર 12 ઓગસ્ટે ખૂલશે. આ ઓફર માટે પ્રતિ ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 92થી રૂ. 97 નક્કી કરવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 154 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 154 શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ મંગળવાર, 11 ઓગસ્ટ રહેશે. બિડ/ઓફર બુધવાર, 12 ઓગસ્ટે ખૂલશે. પ્રતિ શેર રૂ. 10ની ફેસ વેલ્યૂ ધરાવતા કુલ રૂ. 16,174.85 મિલિયન સુધીના ઇક્વિટી શેરની આ ઓફરમાં રૂ. 8855 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુ તથા રૂ. 7319.85 સુધીના મૂલ્યના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
કંપની ફ્રેશ ઇશ્યુમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી રકમનો ઉપયોગ મુખ્યત્વે તેના ઇમર્જિંગ બિઝનેસ અને કોર બિઝનેસ માટે માર્કેટિંગ પહેલમાં રોકાણ કરીને શિપરોકેટના પ્લેટફોર્મના વિકાસ માટે કરશે. એ ઉપરાંત, ઇમર્જિંગ બિઝનેસ અને કોર બિઝનેસ માટે ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાઓના વિકાસમાં રોકાણ, કંપનીએ લીધેલી કેટલીક લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પૂર્વચુકવણી તેમ જ તેના પરના વ્યાજની ચુકવણી, વણઓળખાયેલાં હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ માટે ભંડોળ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે આ રકમનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે.
New Mainboard IPO
Shiprocket LtdDate: Aug 12 to Aug 14
Issue Size: ₹1,617.48 Cr
Fresh Issue: ₹885.5 Cr
OFS: ₹731.98FV: ₹10
Retail Portion: 10%
Employee Portion: YesShiprocket is India’s largest new age end-to-end horizontal e-commerce enablement platform
FY24👇… pic.twitter.com/RPcWUW2j6P
— Paryan Sharma (@Paryan_Sharma) August 5, 2026
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ હેઠળ ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેરને BSE લિમિટેડ અને NSEપર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફર માટે NSE નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. એક્સિસ કેપિટલ લિમિટેડ, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઈન્ડિયા લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે. આ ઓફર સેબી ICDR નિયમનોના નિયમ 31 સાથે વાંચતા SCRRના નિયમ 19(2)(બી) અનુસાર કરવામાં આવી રહી છે. આ ઓફર સેબી ICDR નિયમનોના નિયમ 6(2) નું પાલન કરતા બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં નેટ ઓફરના લઘુતમ 75 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs)ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે. જો એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રિપ્શન રહે કે ફાળવણી ન થાય તો બાકીના ઇક્વિટી શેર QIB હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય).

આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના પાંચ ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી રોકાણકારો (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, આ ઓફરમાં પાત્ર કર્મચારીઓ દ્વરા સબ્સ્ક્રિપ્શન માટે રૂ. 10 મિલિયન સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સ અનામત રાખવામાં આવ્યા છે. અમારી કંપની બીઆરએલએમ સાથે ચર્ચા કરીને એમ્પ્લોયી રિઝર્વેશન હિસ્સામાં બિડિંગ કરી રહેલા પાત્ર કર્મચારીઓને ઓફર પ્રાઇઝના ઇક્વિટી શેરદીઠ રૂ. નવ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે, જે જરૂરી મંજૂરીઓને આધીન રહેશે.




