બૉલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર બીજી વાર મમ્મી બનવાની છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી તેણીએ આ ખુશખબરી આપી છે. સોનમ કપૂરે વર્ષ 2018 માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યાતો. તેણૂીએ 2022માં પહેલા બાળકને જન્મ આપ્યો હતો.

સોનમ કપૂરે આજે પોતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના બેબી બમ્પના ફોટા શેર કર્યા છે. આ તસવીરના કેપ્શનમાં તેણીએ મધર લખ્યુ છે.
ફોટામાં સોનમનો બેબી બમ્પ દેખાય છે
સોનમ કપૂર દ્વારા શેર કરાયેલા ફોટામાં, તેણીએ પિન્ક ફોર્મલ ડ્રેસ પહેર્યો છે. ફોટામાં સોનમ કપૂરનો બેબી બમ્પ દેખાય છે. સોનમની પોસ્ટને ઘણા સેલિબ્રિટીઝે લાઈક અને કોમેન્ટ કરી છે.
અભિનેત્રી પરિણીતી ચોપરાએ સોનમ કપૂરની પોસ્ટ પર ટિપ્પણી કરતા લખ્યું, “અભિનંદન.” પ્રિયંકા ચોપરાએ લખ્યું, “શુભેચ્છાઓ.” સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ ટિપ્પણી કરી, “ડબલ ટ્રબલ.” કરીના કપૂરે લખ્યું, “સોના અને આનંદ.” શનાયા કપૂર અને ભૂમિ પેડનેકરે પોસ્ટમાં હાર્ટ ઇમોજી ઉમેર્યા.
View this post on Instagram
સોનમ કપૂર અને આનંદ આહુજાએ ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી મે 2018 માં લગ્ન કર્યા. તેમણે ઓગસ્ટ 2022 માં તેમના પુત્ર વાયુનું સ્વાગત કર્યું. સોનમ કપૂરે હવે તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે.
સોનમ કપૂરના કામની વાત કરીએ તો સોનમ કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લે 2023 માં આવેલી ફિલ્મ “બ્લાઇન્ડ” માં જોવા મળી હતી. તે આગામી ફિલ્મ “બેટલ ફોર બિટ્ટોરા” ફિલ્મમાં જોવા મળશે.


