વિશાખાપટ્ટનમઃ ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં કુલદીપ યાદવની સ્પિનનો જાદુ જોવા મળ્યો છે. તેણે ચાર વિકેટ ઝડપી છે. સાઉથ આફ્રિકાને છેલ્લો ઝટકો લુગી એનગીડી તરીકે મળ્યો છે. ડી કોકના સદીના બળે આફ્રિકી ટીમ 300 રનની આજુબાજુ સ્કોર કરતી લાગતી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય બોલરો જબરદસ્ત વાપસી કરી હતી. પહેલાં પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાના બીજા સ્પેલમાં 3 વિકેટ ઝડપી, પછી કુલદીપે વિકેટોનો ખેરવી હતી. ભારતને સિરીઝ જીતવા મળ્યો 271નો ટાર્ગેટ મળ્યો છે, કુલદીપ અને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ 4-4 વિકેટ લીધી હતી.
એ પહેલાં ભારતીય કપ્તાન કે.એલ. રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જેને અર્શદીપ સિંહે સાચો સાબિત કર્યો. અર્શદીપે મેચના પાંચમા જ બોલ પર રાયન રિકેલ્ટનને આઉટ કર્યો. પરંતુ ત્યાર બાદ બાવુમા અને ક્વિન્ટન ડી કોકે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરીને ટીમને વાપસી કરાવી હતી.
ત્યાર બાદ સાઉથ આફ્રિકાની સમયાંતરે વિકેટો પડતી રહી હતી. અંતે 270 રને ટીમ ઓલઆઉટ થઈ હતી. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ તિલક વર્માને ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. આ મેચ જીતનાર ટીમ સિરીઝ પર કબજો જમાવશે. પહેલી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું હતું, જ્યારે બીજી વનડેમાં ભારતને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી આજના ત્રીજી વનડેમાં ભારતીય ટીમને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.




