જૂની દુશ્મનાવટ ભૂલીને કુણાલ, દીપક એકમેકને ગળે મળ્યા

નવી દિલ્હીઃ IPL-2022માં સોમવારે લખનઉ અને ગુજરાતની વચ્ચે  મેચમાં એવું જોવા મળ્યું જેનાથી ક્રિકેટ ફેન્સ વિશ્વાસ નહીં કરી શકે. ક્રિકેટ જગતની બે વિરોધી જોડીઓ દીપક હુડ્ડા અને કુણાલ પંડ્યા એકસાથે રમતા નજરે ચઢશે. એ સાથે શુભમન ગિલનો કેચ દીપકે પકડ્યો તો કુણાલ એની તરફ દોડ્યો હતો અને તેને ગળે વળગ્યો હતો. લખનઉની ઇનિંગ્સમાં દીપક આઉટ થીને પરત ફરી રહ્યો હતો, ત્યારે પેવેલિયન જઈ રહ્યો હતો. તો કુણાલે એની સાથે હાથ મિલાવ્યો હતો.

દીપક હુડા અને કુણાલ પંડ્યા ઘરેલુ ક્રિકેટ વડોદરા માટે રમે છે. ગયા વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમ્યાન ઉત્તરાખંડની સામે મેચમાં દીપક વાઇસ કેપ્ટન હતો અને કુણાલ કેપ્ટન હતા. ત્યારે આ બંને વચ્ચે ચકમક ઝરી હતી. એ વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો હતો કે દીપક પ્રેક્ટિસ છોડીને ઘરે ચાલી ગયો હતો. તેમણે બંને વડોદરા ક્રિકેટ એસોસિયેશનન ફરિયાદ પણ કરી હતી. દીપકે કહ્યું હતું કે કુણાલ દરેક વાતે મને ગાળ આપતો હતો. બંને વચ્ચે પ્રેક્ટિસ વખતે પણ વાદવિવાદ થયા હતા. બમને વચ્ચે ખટરાગ એટલો વધ્યો હતો કે દીપકે ટીમ પણ છોડી દીધી હતી. જે પછી કુણાલ પંડ્યાને સોશિયલ મિડિયા પર ઘણો ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.

હવે બંને ક્રિકેટરોને એક જ ટીમે ખરીદ્યા છે. બંને વચ્ચે સારી મિત્રતા પણ હવે થઈ ગઈ છે. દીપકને લખનઉ રૂ. 5.75 કરોડમાં ખરીદ્યો છે તો કુણાલને આ ટીમે રૂ. 8.25 લાખમાં ખરીદ્યો છે.