નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તહેવારો પહેલાં ખાંડના ભાવમાં થયેલા વધારા અને દેશમાં ખાંડનો કથિત રીતે ઘટી રહેલો સ્ટોક મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે આવી સ્થિતિમાં પણ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ (E20)ની નીતિની સમીક્ષા કેમ કરવામાં આવી રહી નથી?
તેમણે ખાંડના ઘટતા સ્ટોક, વધતા ભાવ, આયાત અને ઇથેનોલ નીતિને લઈને કેન્દ્ર સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટમાં દાવો કર્યો કે દેશમાં ખાંડનો સ્ટોક નવ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો છે અને 10 લાખ ટન ખાંડને ડ્યૂટી-ફ્રી આયાત કરવાની સ્થિતિ ઊભી થઈ છે. તેમણે સવાલ કર્યો હતો કે વિશ્વના મોટા ખાંડ ઉત્પાદક અને નિકાસકાર ભારત પાસે આજે ખાંડનો સ્ટોક નવ વર્ષના નીચલા સ્તરે કેમ છે? સ્થિતિ નિકાસ રોકવા અને 10 લાખ ટન ખાંડની ડ્યૂટી-ફ્રી આયાત કરવા સુધી કેવી રીતે પહોંચી?
त्योहारों से पहले चीनी की मिठास में मोदी सरकार की नीतियों की कड़वाहट घुल गई है।
मोदी सरकार से 3 सीधे सवाल:
1. दुनिया के बड़े चीनी उत्पादक और निर्यातक भारत में आज चीनी का स्टॉक 9 साल के निचले स्तर पर क्यों है? नौबत निर्यात रोकने और 10 लाख टन चीनी duty-free आयात करने तक कैसे… pic.twitter.com/hO9wLYgVWN
— Mallikarjun Kharge (@kharge) August 22, 2026
કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો
તેમણે કહ્યું હતું કે ત્રણ મહિનામાં ખાંડ લગભગ 40 ટકા મોંઘી થઈ ગઈ છે અને સરકારે જવાબ આપવો જોઈએ કે તહેવારો પહેલાં જનતા પર પડી રહેલી આ મોંઘવારીના માર માટે જવાબદાર કોણ છે. દેશમાં ખાંડની કથિત અછત વચ્ચે તેમણે ઇથેનોલ નીતિ પર પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું હતું કે જ્યારે સરકાર વિદેશમાંથી ખાંડ આયાત કરી રહી છે, ત્યારે શેરડી અને અનાજનો E20 માટે ઇથેનોલ બનાવવા ઉપયોગ કરવાની નીતિની સમીક્ષા કેમ કરવામાં આવી રહી નથી? તેમણે સવાલ કર્યો, આ કેવું આત્મનિર્ભર ભારત છે?કોંગ્રેસ અધ્યક્ષે આ મુદ્દાઓ દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે તહેવારોની સીઝનમાં ખાંડના ભાવમાં વધારો થવાથી મોંઘવારીનો વધારાનો બોજ સામાન્ય લોકો પર પડી રહ્યો છે.




