નવી દિલ્હીઃ વક્ફ કાયદાની કેટલીક જોગવાઈઓ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું છે કે આ કાયદાને રોકવાનો અધિકાર તેની પાસે નથી. પરંતુ સુનાવણી દરમિયાન કોર્ટે ત્રણ ધારાઓ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બોર્ડમાં ત્રણથી વધુ ગેરમુસ્લિમ સભ્યોને નહીં લેવાના છે, તે સિવાય વક્ફ એક્ટની કલમ 374 પર પણ રોક લગાવી છે.
આ કાયદા પર રોક લગાવી શકાતી નથી. કાયદા પર રોક ફક્ત અત્યંત દુર્લભ મામલામાં જ લગાવી શકાય. કોર્ટે ફક્ત એક જ જોગવાઈ પર રોક લગાવી છે. અદાલતે વક્ફ બનાવવા માટે પાંચ વર્ષ સુધી મુસ્લિમ હોવાની જોગવાઈ દૂર કરી છે, એમ કોર્ટે કહ્યું છે.
કોર્ટે શું કહ્યું?
CJIએ કહ્યું છે કે વક્ફ બોર્ડમાં ત્રણથી વધુ ગેરમુસ્લિમ સભ્યો ન હોવા જોઈએ અને કુલ ચારથી વધુ ગેરમુસ્લિમ સભ્યો ન હોવા જોઈએ. કોર્ટે વક્ફ બનાવવા માટે પાંચ વર્ષ મુસ્લિમ હોવાની શરત પર રોક લગાવી છે. સમગ્ર કાયદાને સ્થગિત કરવાનો કોઈ આધાર નથી. કલેક્ટર વક્ફ જમીન વિવાદનો ઉકેલ આપી શકશે નહીં, એ માટે ટ્રિબ્યુનલમાં જવું પડશે, એમ કોર્ટે કહ્યું છે.
કઈ જોગવાઈ પર લગાવી રોક?
સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારણા અધિનિયમ 2025ની તે જોગવાઈ પર રોક લગાવી છે જેમાં વક્ફ બનાવવા માટે કોઈ વ્યક્તિએ પાંચ વર્ષ સુધી ઇસ્લામ ધર્મનો અનુયાયી હોવી જરૂરી ગણાવી હતી. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે જયાં સુધી રાજ્ય સરકારો આ નક્કી કરવા માટે નિયમો નહીં બનાવી દે કે કોઈ વ્યક્તિ ઇસ્લામની અનુયાયી છે કે નહીં.
