નવી દિલ્હી: CJI અંગે કથિત વાંધાજનક ટિપ્પણીઓને મામલે સુપ્રીમ કોર્ટે શિવસેના (UBT)ના રાજ્યસભાના સાંસદ સંજય રાઉત અને વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલે સામે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન (SCBA) દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી માનહાનિની અરજી પર સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે બંનેને નોટિસ પાઠવી છે. જોકે હાલ પૂરતી તેમને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ SCBAની અરજીને સમર્થન આપ્યું હતું. હવે આ કેસની આગામી સુનાવણીની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.
SCBAની અરજી પર સુપ્રીમ કોર્ટની નોટિસ
સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને સંજય રાઉત અને પત્રકાર નિખિલ વાગલે સામે ફોજદારીના કન્ટેમ્ટની અરજી દાખલ કરી હતી. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બંનેએ મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડે તેવી ટિપ્પણીઓ કરી છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમે નોટિસ પાઠવી રહ્યા છીએ. લોકોને સમજાતું નથી કે તેમને કઈ રીતે ફસાવવામાં આવી રહ્યા છે. આ તમામ લોકોમાંથી એક અગાઉ પણ અદાલતમાં હાજર થતો રહ્યો છે અને રાહત મેળવતો રહ્યો છે. આશા છે કે બધા સમજદારીથી કામ લેશે.
શું છે આક્ષેપો?
આ અરજી અનુસાર પત્રકાર નિખિલ વાગલેએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોતાના એકાઉન્ટ પરથી મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી પોસ્ટ કરી હતી. આ પોસ્ટ એવા સમાચારના સંદર્ભમાં કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે CJIએ વિપક્ષી નેતાઓના એક પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે ન્યાયાધીશો સત્તાધારી પક્ષના રાજકીય કાર્યક્રમોમાં ભાગ લે છે અને મુખ્ય મંત્રીઓ દ્વારા આયોજિત રાત્રિ ભોજનમાં હાજરી આપે છે. તેમણે કેટલીક તસવીરો અને ઘટનાઓનો ઉલ્લેખ કરીને ન્યાયતંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
News Alert! SC issues notices on contempt plea of SCBA against Shiv Sena (UBT) MP Sanjay Raut and journalist Nikhil Wagle over comments on CJI.
News Alert! Remarks on CJI: SC exempts MP Sanjay Raut, journalist Nikhil Wagle from personal appearance before it on next date of hearing.
News Alert! Remarks on CJI: SC says courts have never lagged behind in protecting personal liberty and fundamental rights.
News Alert! Attacks on institution deeply unfortunate: SC on remarks by MP Sanjay Raut, journalist Nikhil Wagle on CJI.
— Press Trust of India (@PTI_News) October 16, 2026
SCBAએ કહ્યું હતું કે જાણીજોઈને આવું કરવામાં આવ્યું
SCBAનું કહેવું છે કે આ નિવેદનો હકીકતોથી વિપરીત છે અને સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા તથા સત્તાને જાણીજોઈને ઓછી આંકવાના હેતુથી કરવામાં આવ્યા છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ન્યાયતંત્રની ગરિમા અને લોકોનો વિશ્વાસ કાયદાના શાસનનો પાયો છે. તેથી આવી કથિત ટિપ્પણીઓ સામે અદાલતે કડક વલણ અપનાવવું જોઈએ.






