ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન માટે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જેલમાં બંધ ઇમરાન ખાનની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને તેમને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે. તેમની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI) અને પરિવાર તરફથી લાંબા સમયથી આ માગ કરવામાં આવી રહી હતી. પાર્ટી અને પરિવારે અદિયાલા જેલમાંથી સામે આવેલી ઇમરાન ખાનની તાજેતરના મેડિકલ રિપોર્ટનો હવાલો આપીને ચિંતા વ્યક્ત કરી હતી.
PTIના પ્રવક્તા નઈમ હૈદર પંજુથાના જણાવ્યાનુસાર સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ઇમરાન ખાનને 48 કલાકની અંદર શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે અને તેઓ 16 સપ્ટેમ્બર સુધી ત્યાં રહે. કોર્ટે ઇમરાન ખાન અને તેમના પરિવારના સભ્યો વચ્ચે દર અઠવાડિયે મુલાકાતની પણ મંજૂરી આપી છે. આદેશમાં ઇમરાન ખાનની તબિયતની તપાસ માટે એક મેડિકલ બોર્ડ બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે. આ બોર્ડમાં PTI નેતાના ખાનગી ડોક્ટર અને તેમની બહેન ડો. ઉઝમા ખાનનો સમાવેશ કરવામાં આવશે. કોર્ટે ઇમરાન ખાનના વકીલો અને પરિવારને તેમની મેડિકલ રિપોર્ટ મિડિયા સાથે શેર ન કરવા તેમ જ આ મુદ્દાનું રાજકીયકરણ ન કરવા પણ નિર્દેશ આપ્યો છે.
Imran Khan’s medical reports are alarming. I have gone through them with several specialists, and I am writing this in plain language so every Pakistani can understand exactly what is happening.
In order of priority, this is what worries me most: his anxiety and stress levels,… pic.twitter.com/htRWHo320k
— Dr. Arif Alvi (@ArifAlvi) August 17, 2026
ઇમરાન ખાનની તબિયતને લઈને ચિંતા
છેલ્લા એક વર્ષથી ઇમરાન ખાનના પુત્રો તેમની બગડતી તબિયતને લઈને વારંવાર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમના વકીલોનું કહેવું છે કે જેલમાં રહેવા દરમિયાન તેમની જમણી આંખની દૃષ્ટિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સહિત અન્ય લોકો પણ ઇમરાન ખાનની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભૂતપૂર્વ વડા પ્રધાનની તબિયત ખરાબ થઈ છે. અલ્વીના જણાવ્યાનુસાર ઇમરાન ખાનનો મેડિકલ રિપોર્ટ ચિંતાજનક હતો. તેમાં એન્ઝાયટી (બેચેની), હૃદયના ધબકારા ઝડપી થવા અને હાઈ બ્લડ પ્રેશર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.






