મુંબઈ: ભાઈબીજના પવિત્ર અવસરે સાંસદ સુપ્રિયા સુળેએ પોતાના દિવંગત ભાઈ અજિત પવારને યાદ કરીને સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. જૂની તસવીર સાથે તેમણે ભાઈ સાથે વિતાવેલી યાદગાર પળોને યાદ કરી હતી. તેમણે લખ્યું કે અજિત પવાર વિના આ પહેલી દિવાળી અને ભાઈબીજ છે. તેમની ખોટ હંમેશાં વર્તાશે, પરંતુ તેઓ પરિવારના સભ્યોનાં દિલમાં કાયમ જીવંત રહેશે.

સુપ્રિયા સુળેએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે,”આપણો સાથ, આપણી વાતો, આપણી હસી-મજાક આજે પણ મને યાદ છે. મને આજે પણ યાદ છે કે તમે બહેનો સાથે કેટલા ખુશીથી સમય વિતાવતા હતા. એ પળો, જે તે સમયે ખૂબ સામાન્ય લાગતી હતી, આજે ખૂબ જ કિંમતી બની ગઈ છે.”
તેમણે વધુમાં લખ્યું કે, “ભાઈ, આજે આ દિવસે તમારી ખોટ ખૂબ જ સાલે છે. અમે બહેનો તમને કેટલા યાદ કરીએ છીએ, તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તમે અમારા દિલમાં છો અને હંમેશાં રહેશો.”
दादा, तुझ्याशिवायची ही पहिली दिवाळी आणि पहिली भाऊबीज. दरवर्षी या दिवसाची आम्हा सगळ्या बहिणींना किती ओढ असायची! यंदा मात्र भाऊबीजेचा दिवस उजाडला आणि आपल्या असंख्य आठवणींनी मनात गर्दी केली.
आपलं एकत्र येणं, गप्पा, हसणं… आम्हा बहिणींच्या घोळक्यात हरखून गेलेला तू आजही डोळ्यांसमोर उभा राहतोस. तेव्हा अगदी सहज वाटणारे ते क्षण आज किती मोलाचे वाटतात.
दादा, आजच्या दिवशी तुझं नसणं मनाला चटका लावून जातं. आम्हा सगळ्या बहिणींना तुझी किती आठवण येतेय, हे शब्दांत सांगणंही कठीण आहे. तू आमच्या मनात कायम आहेस आणि कायम राहशील ❤️
— Supriya Sule (@supriya_sule) November 11, 2026
અજિત પવારની યાદમાં યોજાયો ‘દીપ વંદના’ કાર્યક્રમ
આ પહેલાં મંગળવારે સાંજે દિવંગત નેતા અજિત પવારની યાદમાં વિદ્યા પ્રતિષ્ઠાન પરિસરમાં વિશેષ ‘દીપ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરંપરાગત રીતે દીવા પ્રગટાવીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર, સાંસદ પાર્થ પવાર, જય પવાર, પરિવારના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 28 જાન્યુઆરીના રોજ અજિત પવારને લઈ જતું વિમાન બારામતી એરપોર્ટ નજીક ભયાનક દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. વિમાન ક્રેશ થતાં આ દુઃખદ ઘટનામાં અજિત પવારનું નિધન થયું હતું.
આ દુર્ઘટના પવાર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્ર માટે પણ મોટો આઘાત બની હતી. ભાઈબીજના અવસરે સુપ્રિયા સુળેની આ ભાવુક પોસ્ટે ફરી એકવાર ભાઈ-બહેનના અનમોલ સંબંધ અને અજિત પવારની યાદોને તાજી કરી છે.






