સુરત: અલથાણ વિસ્તારમાં શુક્રવાર રાત્રિના સવા આઠ વાગ્યા આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35થી 40 વર્ષના મહંમદ અઝીઝ નામના યુવકે તેની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જેને કારણે લોકોએ 3 કલાક સુધી અલથાણ વિસ્તાર બાનમાં લઈ લીધો હતો. ત્યાર બાદ બીજા દિવસે પણ રિકન્સ્ટ્રક્શન સમયે 3 કલાક સુધી અશાંતિ અને આક્રોશ ભર્યો માહોલ સર્જાયો હતો.
રોષે ભરાયેલા લોકોએ પોલીસ બોલાવતા પહેલાં જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલરૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો.
સુરતમાં 12 વર્ષની સગીરાની છેડતી બાદ જનતાનો આક્રોશ!
40 વર્ષના આરોપી મહંમદ અઝીઝને લોકોએ જાહેરમાં લમધાર્યો
4000 લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું!
મામલો એટલો ગંભીર બન્યો કે રાત્રે હજારોની મેદનીએ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું અને આજે રિકન્સ્ટ્રક્શન વખતે પણ આરોપીને લોકોના રોષનો સામનો કરવો… pic.twitter.com/29aWUAP9xe
— Sagar Patoliya (@kathiyawadiii) April 25, 2026
રાત્રિના સમયે સમયે હજારો લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો. પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં SPGના સભ્યોને ઈજા પહોંચતા મજુરા નિર્મલ હોસ્પિટલમાં એડમિટ છે.




