સુરતમાં 101 વયસ્કો અઢી દિવસ ઘરથી દૂર કેમ રહ્યા?

સુરત: વયસ્કો પોતાના ઘરથી અઢી દિવસ દૂર રહીને જાણે અઢી અક્ષરના જીવનનો પ્રેમનો ઘૂંટડો પી રહ્યા હોય એવો માહોલ સુરતમાં દયાળજી આશ્રમમાં જોવા મળ્યો હતો. વયસ્ક અનાવિલ સંગઠન સુરત શહેર દ્વારા અનોખા ઈન હાઉસ/નિવાસી મોનસુન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં ૧૦૧ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ સંગઠન દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી આ પ્રકારનું આયોજન થાય છે. વયસ્કોએ અઢી દિવસમાં ગીતો ગાયા, ફિલ્મ જોઈ, રમતો રમ્યા, આરોગ્ય વિશે જાણ્યું અને જીવન માટે જરૂરી શબ્દ ભાથુ ભર્યું હતું.આ વર્ષે કેમ્પનું ઉદ્ઘાટન પદ્મશ્રી યઝદીભાઈ કરંજીયાના હસ્તે થયું હતું. એમણે હાસ્યરસનું રસપાન કરાવ્યું, તો ડૉ. ચંદ્રેશ જરદોશે વયસ્કોને માઈન્ડ ગેમ રમાડી અને શીખવી હતી. હેમંતીબેન જરદોશે પાણીની નીચે રંગોળી બનાવતા શીખવ્યું હતું. ડો. ઉપેન્દ્રભાઈ દેસાઈએ સભ્યોનો માઈક્રો યોગા શીખવાડયાં હતાં. ડો. કેતન ઝવેરી (એમ.ડી.) તથા ડૉ. અનુકુલ નાયક (એમ.ડી.) એ સીનીયર સિટીઝન માટે સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અને સ્વસ્થ દિર્ધાયુ જીવન પર પ્રશ્નોતરી રૂપે વાતો કરી હતી. ડૉ. ફોરમ દેસાઈ (એમ.એસ.) એ મોતિયો, ઝામર અને આંખની વિશિષ્ટ કાળજી અંગેની ટીપ્સ આપી.નીતાબેન કદમ (ઉપાન્તપ વિશારદ) તથા ઉર્વિશ પંડયા (વોઈસ ઓફ રફી) એ મ્યુઝીકલ હાઉસી અને કરોકે લર્નીંગ દ્વારા સભ્યોને સંગીતની મજા કરાવી હતી. ડિમ્પલબેન લોટવાલા (NLP કાઉન્સેલર) એ ‘ચાલ મન જીતવા’ વિષય ઉપર મનનીય વાતો કરી. સુંદર પ્રાર્થનાઓ નિલમબેન દેસાઈ, હેમાબેન નાયક તથા પારૂલબેન દેસાઈએ રજૂ કરી હતી.

કાર્યક્રમોમાં એન્કર તરીકે હરેશચંદ્ર દેસાઈ, અમિતાબેન દેસાઈ અને રજનીબેન દેસાઈએ સેવા આપી હતી. ફોટોગ્રાફી અને વીડીયોગ્રાફી વિજયભાઈ દેસાઈ, કેતનભાઈ કે. દેસાઈ તથા દિપકભાઈ વશીએ કરી હતી. વયસ્કોના કાર્યક્રમનું સમગ્ર સંચાલન વયસ્કો દ્વારા જ કરવામાં આવ્યું.”

(અરવિંદ ગોંડલિયા-સુરત)