નવી દિલ્હીઃ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શ્રેયસ અય્યરને ભારતની નવી T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એ સાથે જ ભારતીય ક્રિકેટના નવા ઉદયતા સ્ટાર વૈભવ સૂર્યવંશીને ત્રણેય ટીમોમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ અને કુલદીપ યાદવને ત્રણેય ટીમોમાં સ્થાન નથી મળ્યું. જ્યારે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર પ્રિન્સ યાદવને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કેપ્ટન તરીકે શાનદાર રેકોર્ડ
શ્રેયસ અય્યરે પોતાની કેપ્ટનશિપ હેઠળ વર્ષ 2025માં પંજાબ કિંગ્સને આઈપીએલની ફાઇનલ સુધી પહોંચાડી હતી. તે પહેલાં 2024માં તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું. એ ઉપરાંત મુંબઈને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ જિતાડી હતી.
ઇજાઓને કારણે તે ટીમ ઈન્ડિયામાં વારંવાર અંદર-બહાર થતો રહ્યો હતો. જોકે હાલમાં તે ભારતીય વન-ડે ટીમનો ઉપ-કેપ્ટન છે અને હવે તેમને T20 ટીમની કમાન સોંપવામાં આવી છે.
વર્ષ 2006માં ભારતને તેનો પ્રથમ ટી20 કેપ્ટન મળ્યો હતો. ત્યારથી અત્યાર સુધી 14 ખેલાડીઓ ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપ કરી ચૂક્યા છે. જેમાં એમએસ ધોની, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ એવા કેપ્ટન રહ્યા છે જેમણે T20 વર્લ્ડ કપ જીત્યો છે. હવે શ્રેયસ અય્યર ભારતનો 15મો T20 કેપ્ટન બન્યો છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ
- શ્રેયસ અય્યર (કેપ્ટન)
- તિલક વર્મા (ઉપ-કેપ્ટન)
- રવિ બિશ્નોઈ
- અભિષેક શર્મા
- નીતીશ કુમાર રેડ્ડી
- મોહમ્મદ સિરાજ
- સંજુ સેમસન
- અક્ષર પટેલ
- હર્ષિત રાણા
- ઇશાન કિશન
- વોશિંગ્ટન સુંદર
- અર્શદીપ સિંહ
- શિવમ દુબે
- વરુણ ચક્રવર્તી
- પ્રિન્સ યાદવ
- વૈભવ સૂર્યવંશી
આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ
- શ્રેયસ અય્યર (કેપ્ટન)
- તિલક વર્મા (ઉપ-કેપ્ટન)
- રવિ બિશ્નોઈ
- અભિષેક શર્મા
- નીતીશ કુમાર રેડ્ડી
- મોહમ્મદ સિરાજ
- સંજુ સેમસન
- અક્ષર પટેલ
- હર્ષિત રાણા
- ઇશાન કિશન
- વોશિંગ્ટન સુંદર
- અર્શદીપ સિંહ
- શિવમ દુબે
- વરુણ ચક્રવર્તી
- પ્રિન્સ યાદવ
- વૈભવ સૂર્યવંશી
Presenting #TeamIndia‘s T20I squads for the tours of England & Ireland 2026 🇮🇳#ENGvIND | #IREvIND pic.twitter.com/f84kSSAIDf
— BCCI (@BCCI) June 6, 2026
એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમ
- શ્રેયસ અય્યર (કેપ્ટન)
- તિલક વર્મા (ઉપ-કેપ્ટન)
- રવિ બિશ્નોઈ
- અભિષેક શર્મા
- નીતીશ કુમાર રેડ્ડી
- જસપ્રીત બુમરાહ
- સંજુ સેમસન
- અક્ષર પટેલ
- હર્ષિત રાણા
- ઇશાન કિશન
- વોશિંગ્ટન સુંદર
- અર્શદીપ સિંહ
- વરુણ ચક્રવર્તી
- વૈભવ સૂર્યવંશી
ભારતીય ક્રિકેટમાં નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે, જેમાં શ્રેયસ અય્યરને T20 ટીમની કમાન સોંપવામાં આવી છે અને યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીને ત્રણે ટીમમાં તક આપવામાં આવી રહી છે.






