તામિલનાડુ: સોશિયલ મીડિયા પર પોતાની સંપત્તિ, દાગીના અને રોકડ રકમનો દેખાડો કરવો એક યુટ્યુબરને ભારે પડી ગયો છે. કન્યાકુમારી જિલ્લાના નાગરકોઇલ નજીક વિનોથ કુમાર નામના યુટ્યુબરના ઘરમાં તસ્કરોએ ત્રાટકીને લગભગ ૯૪૪ ગ્રામ સોનું અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, વિનોથ કુમાર અને તેની પત્ની મધુમિતા યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર સોનાના ઘરેણાં અને રોકડ રકમના બંડલ બતાવીને વીડિયો બનાવતા હતા. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનો પાછળનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને કિંમતી સામાનની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
View this post on Instagram
ઘટનાની જાણ થતાં જ રાજક્કામંગલમ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ હાલ સીસીટીવી ફુટેજ ચકાસી રહી છે. યુટ્યુબર દંપતીના સોશિયલ મીડિયા વીડિયો જોઈને ચોરોને તેમના ઘરમાં કિંમતી સામાન હોવાની માહિતી મળી હતી કે નહીં તે અંગે પણ તપાસ કરી રહી છે.






