સપ્ટેમ્બર 2026 માં ભારત રમશે 6 મેચ: રોહિત અને કોહલીની થશે વાપસી

ઓગસ્ટ મહિનાની તમામ મેચો પૂરી થયા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ સપ્ટેમ્બર 2026 માં ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળશે. સપ્ટેમ્બર મહિનો ક્રિકેટ ચાહકો માટે અત્યંત રોમાંચક રહેવાનો છે, કારણ કે આ મહિને ટીમ ઈન્ડિયા ક્વાર્ટર ફાઈનલ અને દ્વિપક્ષીય સિરીઝ મળીને કુલ 6 મહત્વપૂર્ણ મેચો રમશે. આ મેચોમાં 4 T20I અને 2 વનડે મેચોનો સમાવેશ થાય છે.

સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વનડે ક્રિકેટમાં વાપસી કરતા જોવા મળશે. લોર્ડ્સ વનડેમાં શાનદાર સદી ફટકાર્યા બાદ રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ માટે પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ૨૭ સપ્ટેમ્બરે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.

સપ્ટેમ્બર 2026 માટે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ:

અફઘાનિસ્તાન સામે T20I સિરીઝ (દિલ્હી):

13 સપ્ટેમ્બર: ભારત વિ. અફઘાનિસ્તાન (પ્રથમ T20I – અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી)

15 સપ્ટેમ્બર: ભારત વિ. અફઘાનિસ્તાન (બીજી T20I – અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી)

17 સપ્ટેમ્બર: ભારત વિ. અફઘાનિસ્તાન (ત્રીજી T20I – અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી)

એશિયન ગેમ્સ 2026 (જાપાન):

28 સપ્ટેમ્બર: ભારત વિ. ગ્રુપ A ની બીજી ટીમ (ક્વાર્ટર ફાઈનલ – કોરોગી એથલેટિક પાર્ક, જાપાન)

વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝ:

27 સપ્ટેમ્બર: ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ (પ્રથમ વનડે – ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ)

30 સપ્ટેમ્બર: ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ (બીજી વનડે – બરસાપારા સ્ટેડિયમ, ગુવાહાટી)

નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 3 ઓક્ટોબરે રમાશે.

એશિયન ગેમ્સ અને T20I માટે ભારતીય સ્ક્વોડ:

એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ભારતીય T20I ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં પણ આ જ યુવા સ્ક્વોડને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

ભારતીય સ્ક્વોડ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશી.