ગણેશ વિસર્જન પછી પરત ફરતી વખતે કાર અકસ્માતમાં ચાર લોકોના મોત

દેશભરમાં ઠેર-ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન લોકો બાપ્પાને વિદાય આપી વિસર્જન કરી રહ્યા છે. તેલંગાણામાં વિસર્જન બાદ એક દુર્ઘટના ઘટી હતી.

તેલંગાણાના હૈદરાબાદમાં NH-44 પર પલમકુલમ ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. ગણેશ વિસર્જનમાંથી પાછા ફરતા ઘટેલી દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા, જ્યારે ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પાલમાકુલા ગામ નજીક થયેલા ભયાનક રોડ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. ડ્રાઈવર સબાવથ અશોક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને શમશાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અકસ્માત ક્યારે થયો?
શમશાબાદ પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત પાલમાકુલા ગામ નજીક થયો હતો. ઇનોવામાં સવાર લોકો ગણેશ વિસર્જન પછી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો. કારમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ડ્રાઈવર સબાવથ અશોકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે શમશાબાદની ટ્રાઇડેન્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

મૃતકોની ઓળખ કેથાવત લિંબ્યા (54), તેની પત્ની કેથાવત જમુના (45), કેથાવત માનસિંહ (48) અને કેથાવત વસરામ (45) તરીકે થઈ છે. લિંબ્યા, માનસિંહ અને વસારામ વેપારી હતા, જ્યારે જમુના ગૃહિણી હતી.