અહિલ્યાનગરઃ ‘આઈ લવ મોહમ્મદ’ વિવાદને લઈને થયેલા પ્રદર્શન હિંસક બન્યા બાદ ઓછામાં ઓછા 30 લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યાનુસાર કોઈકે નવરાત્રીમાં મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ આક્ષેપજનક રંગોળી બનાવી હતી. ત્યાર બાદ સમુદાયના લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. ત્યાર બાદમાં એક FIR નોંધાઈ અને રંગોળી બનાવનાર વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે, તેમ છતાં જૂથ શાંત ન થયું અને તોફખાના પોલીસ સ્ટેશનના કોટલા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.
અહિલ્યાનગર પોલીસે જણાવ્યું હતું કે અંદાજે અડધો કલાક બાદ જ્યારે પોલીસે તેમને વિરોધ સમાપ્ત કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે પથ્થરમારો શરૂ કર્યો. તેના જવાબમાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. ભીડને છૂટી પાડવામાં આવી અને હાલ વિસ્તાર શાંતિપૂર્ણ છે. પોલીસે 30 લોકોને હિરાસતમાં લીધા છે.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનાને ગંભીરતાથી લઈ સ્થિતિ કાબૂમાં લેવા માટે જેમણે રંગોળી બનાવી હતી તેમની ઓળખ કરી હતી અને બે લોકો સામે કેસ દાખલ થયો છે. એક આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ અનેક સ્થળે જઈને લોકોને સમજાવ્યું કે સમગ્ર મામલે પોલીસ તરફથી કાર્યવાહી થઈ ગઈ છે. છતાં ભીડમાં કેટલાક તત્વોએ હંગામો ચાલુ રાખ્યો. હાલ શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકોને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવાની અપીલ કરવામાં આવી છે.
શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસના કહેવા મુજબ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસની ટીમો અલગ-અલગ જગ્યાએ તૈનાત છે. મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં “આઈ લવ મહંમદ” શબ્દો કેટલાક અજ્ઞાત લોકોએ રસ્તા પર લખ્યા હતા. આક્ષેપ છે કે આથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી, જેના કારણે નારાજ સેંકડો મુસ્લિમ સમાજના લોકોએ કોઠવાળી પોલીસ સ્ટેશન સામે આંદોલન કર્યું હતું. પોલીસ પ્રશાસન એલર્ટ મોડમાં છે. પોલીસે અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.
