ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે હજુ પણ ગુજરાત વાસીઓ માટે માઠા સમાચાર છે. જી હાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી યથાવત્ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત રીજનમાં ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. તો અમદાવાદ સહિત ગીર સોમનાથ, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં યેલો અલર્ટ સાથે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી રહેશે. જે અંતર્ગત પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ તાપી, વલસાડ નવસારી દમણ દદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.


